લોકસભા ચૂંટણી / ઉમેદવારોની પસંદગી માટે ચાવડા-ધાનાણી દિલ્હીમાં, જગદીશ ઠાકોર-અલ્પેશનો ચૂંટણી લડવા ઈન્કાર

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 03:20 AM
અમિત ચાવડા અને પરેશ ધાનાણીની ફાઈલ તસવીર
અમિત ચાવડા અને પરેશ ધાનાણીની ફાઈલ તસવીર

  • ચાવડા-ધાનાણી 15 અને 16 માર્ચના રોજ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે
  • બેઠક બાદ બાકીના 22 ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે

અમદાવાદઃ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસે 4 ઉમેદવારની જાહેરાત કર્યા બાદ બાકીના 22 ઉમેદવારોની પસંદગી કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યા છે. જ્યાં બન્ને નેતાઓ 15 અને 16 માર્ચના રોજ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે. આ બેઠક બાદ 22 ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. તો બીજી તરફ 3 બેઠાકો માટે ગૂંચવાડો ઉભો થયો છે. પાટણ બેઠક પરથી ચૂંટણી લડવા માટે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરે ઈન્કાર કર્યો છે. જ્યારે સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક પરના દાવેદારો દાવેદારી છોડવા તૈયાર નથી. જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે.

અમરેલી-સુરેન્દ્રનગર બેઠક પર દાવોદારો નમતું જોખવા તૈયાર નથીઃ હાલ અમરેલી લોકસભા બેઠક માટે ત્રણ દાવેદારો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જેમાં સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરના પુત્રી જેની ઠુંમર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. તેમજ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર લિંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ ચૂંટણી લડવા જીદે ચડ્યા છે અને ક્ષત્રિય સમાજ પોતાના ઉમેદવાર માટે માગણી કરી રહ્યો છે.

કાયમ વિકલ્પમાં રાખો તે યોગ્ય નથી: જગદીશ ઠાકોરની રજૂઆત: ટીકીટ ફાળવણીમાં કોંગ્રેસની પાસે ઉમેદવારો છે, પણ કેટલીક બેઠકો પર સ્થિતિ એવી છે કે, જુના અને એકના એક ચહેરાઓથી જોઇએ તેવો મતદારોનો પ્રતિભાવ મળતો ન હોવાથી કોંગ્રેસ પણ નવા પણ મજબુત હોય તેવા ચહેરાઓને ચૂંટણી લડાવવા ઉત્સુક છે. આથી પાટણની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લડાવવાનું પાર્ટીએ પ્રાથમિક તબક્કે નક્કી કર્યુ હતું, પણ અલ્પેશ ઠાકોરે ઘસીને ના પાડી દેતા વિકલ્પમાં જગદિશ ઠાકોરનું નામ વિચારણામાં છે.

પ્રદેશ પ્રમુખ ચાવડા દિલ્હી જતા પહેલા પાટણના દાવેદાર જગદિઠ ઠાકોરને મળીને તેમનું નામ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પણ, જગદિશ ઠાકોરે તૈયારી દર્શાવ્યા પછી પાર્ટી દરેક વખતે વિકલ્પ તરીકે કોઇ ન લડે તો જગદિઠ ઠાકોર લડશે જ તેમ માને તે યોગ્ય નહીં તેવો અણગમો પણ વ્યકત કર્યો હતો અમરેલી બેઠક માટે લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમર પણ અમિત ચાવડાને મળ્યા હતા. તેમણે તેઓ અથવા તેમની પુત્રી જેની ઠુંમરને ટીકીટ આપવા માટે રજૂઆત કરી હતી. જો કે, ઠુંમર સાથે કનુ કળસરીયા,ધારાસભ્ય પ્રતાપ દૂધાત સહિતના ઉમેદવારોએ દાવેદારી કરી છે.

X
અમિત ચાવડા અને પરેશ ધાનાણીની ફાઈલ તસવીરઅમિત ચાવડા અને પરેશ ધાનાણીની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App