તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિધાનસભાની ટિકિટ મેળવવાની લ્હાયમાં લોકસભાના ઉમેદવારોને જીતાડવા દાવેદારો કામે લાગ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી શંકર ચૌધરી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડાબેથી શંકર ચૌધરી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીર
  • ભાજપે 4 અને કોંગ્રેસે 8 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે
  • શંકર ચૌધરીથી લઈ હાર્દિક પટેલ પેટાચૂંટણી લડવા માટે તત્પર

અમદાવાદઃ આ લોકસભા ચૂંટણીમાં ભાજપે 4 અને કોંગ્રેસે 8 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે. જેને પગલે આ 12 ધારાસભ્યોમાંથી જે ઉમેદવાર વિજેતા બનશે, તેની વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. આમ વિધાનસભા સીટ ખાલી પડે તો ટિકિટ મેળવવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે અને જે તે વિધાનસભા મતવિસ્તારના દાવેદારો વર્તમાન ધારાસભ્યને સાંસદ બનાવવા માટે મેદાને પડ્યા છે. જેમાં સૌથી પહેલું નામ પૂર્વમંત્રી શંકર ચૌધરીનું છે. હાલ બનાસકાંઠા બેઠક પર થરાદના ધારાસભ્ય અને મંત્રી એવા પરબત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જેથી શંકર ચૌધરી પરબત પટેલને ચૂંટણી જીતાડવા ખૂબ મહેનત કરી રહ્યા છે. આમ શંકર ચૌધરી થરાદ વિધાનસભાની પેટાચૂંટણી લડી વિધાનસભામાં જવાના સપનાં જોવા લાગ્યા છે. જ્યારે હાર્દિક પટેલ પણ અમરેલી વિધાનસભાની પેટાચૂંટણી લડવા માટે તત્પર છે.

દાવેદારોને ટિકિટ અપાવવા ભલામણ કરવા ઉમેદવારનો વાયદો 
માત્ર એટલું જ નહીં, શંકર ચૌધરી ઠાકોર નેતા અને કોંગ્રેસ છોડી ચૂકેલા અલ્પેશ ઠાકોર સાથે હાથ મિલાવી આ બેઠક પર ઠાકોર મતદારોને ભાજપમાં લાવવા ખેલ પણ પાડી દીધો છે. તો બીજી તરફ લોકસભા બેઠકના ઉમેદવારો પણ તકનો લાભ લઈ દાવેદારોને ટિકિટ અપાવવા ભલામણ કરવાનું વચન આપી દિલ્હી જવાનો રસ્તો સરળ બનાવી રહ્યા છે. 

ધાનાણીના વિજય માટે હાર્દિક ઉત્સુક
અમરેલી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલી લોકસભા લડી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, જો ધાનાણી લોકસભા ચૂંટણી જીતી જાય તો અમરેલી વિધાનસભાની પેટાચૂંટણી લડવા માટે હાર્દિક પટેલ ઉત્સુક છે. વિસનગર કેસમાં થયેલી સજાને કારણે લોકસભા ન લડી શકેલો હાર્દિક વિધાનસભાની પેટાચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 6 મહિનામાં હાર્દિકના કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ જવાની પુરી શક્યતા છે.
 

લોકસભા લડી રહેલા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો

બેઠકઉમેદવાર
પાટણભરતસિંહ ડાભી(ભાજપ)
પંચમહાલરતનસિંહ રાઠોડ(ભાજપ)
વલસાડજીતુ ચૌધરી(કોંગ્રેસ)
પોરબંદરલલિત વસોયા(કોંગ્રેસ)
જૂનાગઢપૂંજાભાઈ વંશ(કોંગ્રેસ)
રાજકોટલલિત કગથરા(કોંગ્રેસ)
અમરેલીપરેશ ધાનાણી(કોંગ્રેસ)
ગાંધીનગરસી.જે.ચાવડા(કોંગ્રેસ)
સુરેન્દ્રનગરસોમા ગાંડા પટેલ(કોંગ્રેસ)
બનાસકાંઠાપરબત પટેલ(ભાજપ)
અમદાવાદ(ઈસ્ટ)એચ.એસ.પટેલ(ભાજપ)
સાબરકાંઠારાજેન્દ્રસિંહ ઠાકોર(કોંગ્રેસ)
અન્ય સમાચારો પણ છે...