તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Per Day 6 Building Checking For Fire Safety By Amc And Fire Team But Approx 2600 Building In Ahmedabad

અમદાવાદમાં 2600 બિલ્ડિંગ, ફાયર ટીમ રોજ 6થી લઈ 4નું ચેકિંગ કરે છે, આવી તપાસ ચાલે તો દોઢ વર્ષે પાર આવે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ પ્રહલાદનગરની દેવ ઓરમમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગે ચેકિંગ કાર્યવાહી શરૂ કરી છે
  • ચેકિંગ કાર્યવાહીમાં ફાયર બ્રિગેડે એનઓસી આપેલા બિલ્ડિંગની અડધોઅડધ સાધનો બંધ હોય છે

અમદાવાદ: તાજેતરમાં પ્રહલાદનગરના દેવ ઓરમ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગી હતી. જેને પગલે તેના 3 ટાવરને સીલ કરી દેવામાં આવ્યા હતા. સફાળી જાગેલી ફાયર અને એએમસીની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં હાઈરાઈઝ્ડ બિલ્ડિંગમાં તપાસ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મોટાભાગના અડધોઅડધ ફાયર સેફ્ટીના સાધનો બંધ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે શહેરમાં અંદાજે 2600 બહુમાળી બિલ્ડિંગ આવેલા છે. ફાયરની ટીમ રોજ 6થી 4 બિલ્ડિંગના ચેકિંગ કરે છે. આવી રીતે જ ચેકિંગ ચાલુ રહે તો દોઢ વર્ષ ચેકિંગમાં જ નીકળી જાય તેમ છે.
એક વાર લીધા પછી રિન્યૂ નથી થતી એનઓસી 
શહેરમાં 30 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બિલ્ડિંગની સંખ્યા 2600 છે. જેમાંથી 800 કોમર્શિયલ છે. બાકીની બિલ્ડિંગ મિશ્ર ઉપયોગ થાય છે. મોટાભાગની બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરાયા બાદ જ ફાયર વિભાગ એનઓસી આપતો હોય છે. ત્યારબાદ દર વર્ષ એનઓસી લેવાનું હોય છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં લેવાતું નથી.
અમલવારીમાં રસનો અભાવ
કોઈપણ બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટી સૌથી અગત્યની માનવામાં આવે છે. પરંતુ સંબંધિત વિભાગ દ્વારા તેની અમલવારી કરાવવામાં કચાશ રખાતી હોવાનું તાજેતરની ફાયરની સરપ્રાઈઝ રેડમાં સામે આવ્યું છે. નિયમિત ચેકિંગ કરવા માટે એક પ્રણાલી શરૂ  થાય તો ફાયર સેફ્ટીમાં નાગરિકોના જાનમાલ સાથે કોઈ રમત રમી શકે તેમ નથી. ઉપરાંત બિલ્ડિંગ સંચાલકો કે માલિકને પેનલ્ટી કરવાની કડક જોગવાઈ થાય તો પરિણામ મળી શકે છે. એ સિવાય બીયુ પરમિશન લઈને ખોટી રીતે વધારાનું દબાણ કરાય તો લાગતા વળગતા અધિકારી સહિત મિલકતના ઓનર સામે કાર્યવાહી કરાય તો ફાયર સેફ્ટીને યોગ્ય પાલન થઈ શકે છે. પરંતુ તેના માટે તંત્ર દ્વારા રસ લેવામાં આવે તે જરૂરી છે.
આગના ગંભીર બનાવ સામે આવે ત્યારે તંત્ર જાગે છે
મુંબઈની રેસ્ટોરાંમાં આગ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્ટ્રિટ ફૂ઼ડ પર એએમસી દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જો કે ત્યારબાદ બધુ ભૂલાઈ જાય છે. એજ રાબેતા મુજબ કામગીરી પર બ્રેક લાગી જાય છે.
અન્ય સમાચારો પણ છે...