પ્રક્રિયા / ભાજપ સૈનિક ફોર્મમાં 'ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ અમારો તો રાષ્ટ્રવાદ'નું સૂત્ર છતાં જ્ઞાતિ માટે અલગ ખાનું

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 01:39 PM
bjp start a process for sainik with no casteism but in form must describe cast

અમદાવાદઃ ગુજરાતની 26 લોકસભા બેઠકોની ચૂંટણી માટે ભાજપે સૈનિક બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપે રાષ્ટ્રવાદના નામે સૈનિક બનાવવા માટે ફોર્મ બહાર પાડ્યા છે. પરંતુ આ ફોર્મમાં જ્ઞાતિવાદ એટલે કે ભાજપ સૈનિક બનનાર વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે તેનો ઉલ્લેખ કરવો ફરજીયાત છે. આ ફોર્મમાં SC/ST/OBC/Others જેવા વિકલ્પો સાથેનું એક ખાનું આપવામાં આવ્યું છે. જેમાં ભાજપ સૈનિક બનવા માગતા વ્યક્તિએ પોતાની જ્ઞાતિ લખવી ફરજીયાત છે. આ ફોર્મમાં ભાજપે પોતાનું સૂત્ર 'ના જ્ઞાતિવાદ ના પ્રાંતવાદ માત્ર રાષ્ટ્રવાદ'નો ઉલ્લેખ કર્યો છે. આ ફોર્મ જોતાં ભાજપ રાષ્ટ્રવાદની માત્ર વાતો કરતી હોવાનું બહાર આવ્યું છે
ગાંધીજી-સરદારનો ઉલ્લેખ અને જ્ઞાતિવાદને ઉત્તેજન
તેમજ ફોર્મમાં સંકલ્પ કરાવવામાં આવે છે કે, ''હું ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાનું સમર્થન કરું છું અને ગુજરાતને મહાત્માગાંધી, પંડિત દીનદયાલજી અને સરદાર પટેલના ચીંધેલા પ્રગતિનાપથ પર લઈ જવા માટે સંકલ્પબદ્ધ છું.'' આમ ભાજપ એક તરફ રાષ્ટ્રવાદ, ગાંધીજી અને સરદારની વિચારધારાને અનુસરતા હોવાની વાતો કરે છે. બીજી તરફ જ્ઞાતિવાદને ઉત્તેજન આપે છે.

X
bjp start a process for sainik with no casteism but in form must describe cast
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App