લોકસભા / અમિત શાહ એક હોદ્દા અનેકઃ સરકાર, સંગઠન, સહકાર, સ્પોર્ટ્સમાં 19 હોદ્દા સંભાળ્યા

bjp chanakya amit shah take up 19 post in party, sports, government and co-operative

  • એબીવીપીના સામાન્ય કાર્યકરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી શાહની સફર
  • રાજનીતિના ચાણક્ય અમિત શાહ ક્રિકેટ અને ચેસમાં પણ સર્વોચ્ચપદે રહ્યા
  • અમિત શાહે ગુજરાતના રાજકરણની સાથે સાથે સમાજકારણમાંથી પણ કોંગ્રેસનો કક્કો કાઢ્યો 

divyabhaskar.com

Apr 15, 2019, 01:41 PM IST

અમદાવાદઃ સમગ્ર દેશની હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક એવી ગાંધીનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના અમિત શાહ રાજકીય કરિયરથી લઈ સમાજ સેવા સુધી લગભગ 19 હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. જેમાં 1997માં સરખેજના ધારાસભ્ય બનવાથી લઈ સહકારી ક્ષેત્ર, ચેસ એસોસિયેશન, ગુજરાત ક્રિકેટ બોર્ડ, સેન્ટ્રલ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ ફેડરેશન,ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનની સાથે ગૃહરાજ્યમંત્રીથી લઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદ સુધીના હોદ્દા પર રહી ચૂક્યા છે. આમ અમિત શાહ 1997માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા બાદ 2019 સુધીમાં સરકાર, સંગઠન, સ્પોર્ટ્સ અને સહકાર સત્તા વિના રહ્યા નથી.
સંગઠન
80ના દાયકામાં એબીવીપીના કાર્યકર્તા તરીકે શરૂઆત કર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે પહોંચેલા અમિત શાહ હાલ ભાજપના ચાણક્ય કહેવાય છે. આ સફર દરમિયાન તેઓ 1991માં અડવાણીના અને 1997માં અટલ બિહારી વાજપેયી ગાંધીનગર લોકસભાના ઈન્ચાર્જ રહ્યા હતા. આ દરમિયાન તેઓ ભાજપ યુવા મોર્ચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષપદે પણ હતા. અમિત શાહે નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટ(2) બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા ત્યારે મુખ્ય સંવાહક તરીકે ફરજ નિભાવી હતી. ત્યાર બાદ 2013માં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા અને તેમને ઉત્તરપ્રદેશ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.

(આ પણ વાંચોઃ ભાજપના ‘ચાણક્ય’ અમિત શાહના પાંચ ચોકીદારઃ રેલીથી લઈ બૂથ સુધી બધું જ ‘મેનેજ’ કરે છે)

સરકાર
1997માં સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા બાદ અમિત શાહ સતત 4 ટર્મ સરખેજના ધારાસભ્ય અને 2012થી 2017 સુધી પાંચમી ટર્મમાં નારણપુરાના ધારાસભ્યપદે રહ્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહરાજ્ય મંત્રી પદે પણ રહ્યા હતા. ત્યાર બાદ 2017 ઓગસ્ટમાં રાજ્યસભામાં ચૂંટાતા નારણપુરાના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાલ રાજ્યસભા સાંસદ એવા અમિત શાહ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

સહકાર
અમિત શાહના સહકાર ક્ષેત્રમાં રહેલા દબદબા અંગે વાત કરીએ તો તેઓ 22 જાન્યુઆરી 2000થી 22 ડિસેમ્બર 2002 સુધી અમદાવાદા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના અધ્યક્ષ તરીકે સેવા આપી. તેઓ ગુજરાત સ્ટેટ અર્બન કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંક એન્ડ ક્રેડિટ સોસાયટી(નવી દિલ્હી)ના ડાયરેક્ટર, અમદાવાદ સેન્ટ્રલ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ ફેડરેશનના ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર અને એડીસી બેંકના ડાયરેક્ટર પદ સહિતના અનેક હોદ્દા પર રહ્યા છે.

સ્પોર્ટ્સ

સંગઠન, સરકાર અને સહકારની સાથે સાથે અમિત શાહ સ્પોર્ટ્સમાં પણ અગ્રેસર રહ્યા છે. તેઓ 23 એપ્રિલ 2006થી 18 એપ્રિલ 2010 સુધી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના પ્રમુખ પદે રહ્યા હતા. જ્યારે 15 સપ્ટેમ્બર 2009થી 13 જૂન 2014 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ રહ્યા હતા. તેની સાથે સાથે બીસીસીઆઈના ફાયનાન્સ સમિતિના સભ્ય અને ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ હતા. ત્યાર બાદ હાલ તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખપદની જવાબદારી સંભાળી રહ્યા છે.

X
bjp chanakya amit shah take up 19 post in party, sports, government and co-operative
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી