ભાસ્કર સ્ટિંગ / અમદાવાદ હોય કે રાજકોટ, 151 (શાંતિભંગ)ના કેસમાં રૂ. 200 ને ખૂન કેસમાં રૂ. 5000માં જામીનદાર તૈયાર!

bhaskar app sting ahmedabad or rajkot got bail from 200 to 5000 rs by Guarantor in court
bhaskar app sting ahmedabad or rajkot got bail from 200 to 5000 rs by Guarantor in court

  • ઘરના 'ભરાઈ' જવાની બીકે જામીન બનતા નથી, અજાણ્યા દલાલો રૂપિયા લઈ જામીનદાર સપ્લાય કરે છે
  • દિવ્ય ભાસ્કરના સ્ટિંગમાં કોર્ટના પ્રાંગણમાં જ કાયદાના ચીરહરણનો ખેલ પકડાયો, વકીલો પણ સામેલ

DivyaBhaskar

Mar 26, 2019, 09:36 AM IST

ચેતન પૂરોહિત, અમદાવાદ, જીજ્ઞેષ કોટેચા, રાજકોટ: આપણી ન્યાયિક પ્રણાલિની કઠણાઈ કહો કે પછી ભવિષ્યમાં 'ભરાઈ' ન જવાની માનસિકતા... પરંતુ હકીકત તો એ છે કે, આપણા સગા ભાઈના કોર્ટ કેસમાં જ્યાં જામીનદાર થવાની વાત આવે તો આપણા હાંજા ગગડી જાય છે. આવામાં જો તમને માત્ર 200-500 રૂપિયામાં તૈયાર જામીનદાર મળી જાય તો..? જી હા, માત્ર 500 રૂપિયામાં જામીન તૈયાર.

અમદાવાદ અને રાજકોટની કોર્ટના સંકુલમાં તો આવા રેડીમેડ જામીનદારની રીતસર હાટડીઓ લાગે છે. નવાઈની વાત તો એ છે કે, આ જામીનદારો ભલે ભણેલા-ગણેલા નથી હોય પરંતુ તેમને કાયદાની અને ઈપીકોની બધી કલમ મોઢે હોય છે. કોઇ વ્યક્તિને જામીનદાર ન મળતો હોય તો આવા રેડીમેડ જામીનદારો કોર્ટના સંકુલમાં બેઠા જ હોય છે. દિવ્યભાસ્કરે આવા જામીનદારોને શોધવા સ્ટિંગ ઓપરેશન કર્યું હતું.

આ સ્ટિંગ દરમિયાન અમદાવાદની મેટ્રો કોર્ટ અને તેની સાથે રાજકોટ મોચીબજારમાં આવેલી દિવાની અને ફોજદારી કોર્ટમાં બ્રોકરોના માધ્યમે જામીનદારો આખો દિવસ ફરતા જ રહે છે. ઘણી વાર તો એવું બને છે કે એક જ જામીનદાર અલગ-અલગ કેસમાં એક જ જજની કોર્ટમાં એક દિવસમાં જ એક કરતા વધુ વખત હાજર થાય છે. આમ છતાં જામીનદારોનું આ કૌભાંડ ચાલતું જ રહે છે. મઝાની વાત તો એ છે કે કોર્ટ સંકુલમાં તમે કોઈ ફેરિયા કે ખૂમચાવાળાને પૂછો તો પણ તે આવા બોગસ જામીનદારોના ઠેકાણા દેખાડી દે છે.

અમદાવાદ મેટ્રો કોર્ટઃ જામીનદારોના બ્રોકરોનો ધીકતો ધંધો
અમદાવાદ મેટ્રો કોર્ટમાં દિવ્ય ભાસ્કરે જાતતપાસ કરી તો જણાયું કે, નાના-મોટા ગુના માટે આરોપીને અહીં લવાતા હોય છે. કેટલાક કિસ્સમાં આરોપીઓ પાસે જામીનદાર નથી હોતા ત્યારે વકીલ જ સલાહ આપે છે કે ફલાણી જગ્યાએ જાવ જામીનદારો ફરતા જ હોય છે. હવે આ માટે અમે કોર્ટમાં બેઠેલા કેટલાક આવા જામીનદારોનુ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું જેમાં સુરેશ શાહ, રાણા, નટવર શ્રીમાળી નામના જામીનદારના છૂપા કેમેરામાં આબાદ ઝડપાયા હતા. આ સ્ટિંગ ઓપરેશનમાં એક વૃદ્ધ દંપતી પણ જામીન આપવા તૈયાર જોવા મળ્યું હતું જેની સાથે કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે.

દિવાની કેસમાં ઝડપથી જામીનદાર તૈયાર નથી થતા, ફોજદારીમાં કહો તેટલી વાર...
દિવ્ય ભાસ્કરની ટીમે રાજકોટ અને અમદાવાદની કોર્ટમાં જામીનદારોના કૌભાંડનો પર્દાફાશ કરવા સ્ટિંગ કર્યું તો કેટલીક રસપ્રદ બાબતો પણ બહાર આવી હતી. સામાન્ય રીતે 500 રૂપિયામાં જામીન આપવા લોકો તૈયાર તો થઈ જાય છે પણ તે કેસ કયો છે તેની સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. પૂછપરછ કરતા માલૂમ પડ્યું હતું કે, દિવાની કેસમાં જલ્દી જામીન તૈયાર થતા નથી. આના કરતા ફોજદારી કેસ હોય તો જામીન થવા તુરત તૈયાર થઈ જાય છે.

આનું કારણ પૂછ્યું તો એવું જણાયું કે, દિવાની કેસમાં નાણાંની ફાંદેબાજી હોય છે અને આ કારણે પોતે ભવિષ્યમાં ફસાઈ જશે તેવો તેમને ડર લાગ્યા કરે છે. જ્યારે ફોજદારીમાં તો ખૂન-અપહરણ જેવા ગુનામાં જામીનદારના માથે કોઈ નાણાકીય જવાબદારી આવતી નથી.

દિવ્ય ભાસ્કરની ટીમે કરેલા સ્ટિંગમાં વાતચીતના કેટલાક અંશો અહીં રજૂ કરાયા છે.
D.B.- અમારે જામીન જોઇએ છે
વૃદ્ધ દંપતી-જામીન હમ દે દેંગે
D.B.-કેટલા રુપિયા થશે ?
વૃદ્ધ દંપતી - કોનસી કોર્ટ હે?કેસ ક્યા હૈ?
D.B.- મારા મારીનો કેસ છે પુર્વ વિસ્તારનો. પૈસા કેટલા થશે?
વૃદ્ધ દંપતી - તુમ આવો મે કર દુંગા.

(આવા જ એક જામીનદાર મેટ્રો કોર્ટના શેડમાં બેઠેલા હતા, હવે તે પણ સંવાદમાં જોડાય છે, જે પોતાની ઓળખ રાજ જામીનદાર તરીકે આપે છે.)
D.B.- મારા-મારીના કેસમાં કેટલા લેશો?
રાણા - 323 અને 324માં 800 રૂપિયા થશે
D.B.- બે કેસ હોય તો? બીજા કયા કેસમાં જામીન આપો છો?
શંકર અને કાળુ - ચોરી અને 379માં અમે જામીન નથી આપતા કારણકે પાછળથી બહુ નોટીસ આવે છે.

(આવા જ એક જામીનદાર મેટ્રો કોર્ટના પાર્કિંગની પાછળની તરફ જતા ત્યાં ઝાડ નીચે બેઠા હતા જે પોતાની ઓળખ રાણા જામીનદાર તરીકે આપે છે.)
રાણા જામીનદાર-બોલો સાહબે કઇ કામ હતું?
D.B.- અમારે જામીન જોઇએ છે.
રાણા જામીનદાર- અમે કરી આપીશુ, ક્યાંનો કેસ છે?
D.B.- એક મારા મારીનો કેસ છે. બીજા લોકો 600 રૂપિયા કહે છે.
રાણા જામીનદાર- કેટલાનો ઓર્ડર છે તે કહો પછી રૂપિયા નક્કી કરીશું.
D.B.- તમે પૈસાની વાત કરો ને..
રાણા જામીનદાર- 600માં નહી થાય તો પણ મારુ નામ રાણા છે તમે મારો નંબર લઇ જાવ ફોન કરજો પછી રૂપિયા નક્કી કરીએ.

(અમદાવાદ મેટ્રો કોર્ટમાં અમને શૌચાયલની સામે એક જગ્યાએ પાંચથી 6 લોકો ઉભેલા જોવા મળ્યા અમે તેમને જઇને પૂછ્યું તો તેમણે પોતાનું નામ સુરેશ શાહ કહ્યું હતું.)
D.B.- અમારે જામીન જોઇએ છે.
સુરેશ શાહ - મારુ નામ સુરેશ શાહ છે. હું ઘણા સમયથી આજ કામ કરું છું.
D.B.- એ ખરું પણ જામીન જોઈએ.
સુરેશ શાહ- જો તમારે જામીન જોઇએ તો બહારથી બોલાવી આપીએ.
D.B.- પછી શું કરવાનું?
સુરેશ શાહ- હુ જ કરી આપીશ બોલો કેટલાનો ઓર્ડર છે?
D.B.- ઓર્ડર હવે નિકળશે.
જામીનદાર- કંઇ વાધો નહી તમે ફોન કરો એટલે હુ ત્યાં આવી જઇશ,

(આ બધુ ચાલી રહ્યુ હતુ ત્યારે અમે કોર્ટ કેમ્પસમાં આવેલા એટીએમ મશીન પાસેના બાકડા પર બેઠેલા નટવર નામના એક શખ્શે અમને બોલાવ્યા.)
નટવર- બોલો શુ કામ છે?
D.B.- અમારે જામીન જોઈએ છે.
નટવર- કયો કેસ છે?
D.B.- ચાઇલ્ડ કેસ છે.
નટવર- મારા મારી હશે તો 2 હજાર મારા અને બીજાના 800 આપવા પડશે.
D.B.- ડોક્યુમેન્ટનું શું?
નટવર- તમે કહો ત્યા આવીશું અને આપીશું.

રાજકોટ દિવાની અને ફોજદારી કોર્ટમાં પણ જામીનગીરીમાં પોલંપોલ
રાજકોટ કોર્ટમાં પણ એવા લોકોના ધામા છે કે જે વગર ઓળખાણે પૈસા લઈને ગમેતેવા ઝઘડા, મારા-મારીના કેસમાં બિન્ધાસ્ત જામીન બનવા તૈયાર થઇ જાય છે. કોર્ટ સંકુલોમાં આ ટાઉટ એટલે કે દલાલોની ફોજ હોય છે. વકીલો આ ટાઉટોને ગ્રાહક સપ્લાય કરે છે. આખો દિવસ કોર્ટ પરિસરમા પડ્યા પાથર્યા રહેતા આવા ટાઉટની પોલ દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં પકડાઈ ગઈ હતી.

આ લોકોના ચોક્કસ કલમના ભાવ નકકી હોય છે અને જામીનની જરુરિયાત વાળા દસ્તાવેજો ખિસ્સામાં જ હોય છે. એક જ વ્યકિત 5 થી વધુ કેસમા જામીન પડતા હોય છે અને તારીખમા હાજરી આપે છે અને આરોપીઓને છોડાવે છે. કોર્ટ પરિસરમા કેન્ટીન પાસે આવા જગદીશ ભાનુશાળી નામના દલાલ ભટકાઈ ગયા હતા.

D.B.- અમારે 506-2નો કેસ છે જેમાં ધાક-ધમકીનો ગુનો છે. જામીન જોઈએ છે.
જગદીશ- અરે કાંઈ વાંધો નહીં.. હું બની જઈશ જામીન.
D.B.- પણ અમારે તો તમારી સાથે કોઇ ઓળખાળ નથી કે નથી કોઇ પરિચય..
જગદીશ- તમારે શું કરવું છે. તમારે જામીનથી મતલબ છે ને?
D.B.- કેટલા થશે?
જગદીશ- રૂ. 1500 થશે અને તેમાં રૂ. 200 એડવાન્સ.D.B.- પછી?
જગદીશ- એડવાન્સ આપો અને ક્યારે પોલીસ સ્ટેશનને જવાનુ છે કોર્ટમા તે કહી દો.

ગંદા હૈ પર ધંધા હૈઃ જેવો કેસ તેવો ભાવ
કેસ મુજબ 300 રૂપિયાથી માંડી 5 હજારમા જામીન મળે છે
કલમ 506-2 ધાક ધમકીના ગુનામાં રૂ. 1200થી 1500
કલમ 307 હત્યાના પ્રયાસમાં રૂ. 3થી 5 હજાર જેવો કેસ
કલમ 323-324 શરીર સંબધી મારા-મારી ઢીકા-પાટુ રૂ. 1500
કલમ 302 હત્યાના કેસમાં આસામી મુજબ રૂ. 5 હજાર અને વધુ

X
bhaskar app sting ahmedabad or rajkot got bail from 200 to 5000 rs by Guarantor in court
bhaskar app sting ahmedabad or rajkot got bail from 200 to 5000 rs by Guarantor in court
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી