તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 વર્ષથી અપહૃત બાળકીને છોડાવી, અમદાવાદ મહિલા પોલીસે 65 અને 40 વર્ષીય બળાત્કારીને ઝડપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 11 વર્ષીય સગીરાને રાજસ્થાનના 3 વાસનાભૂખ્યા વરુઓએ ચૂંથી
  • એક વૃદ્ધ સહિત 2 પકડાયા ત્રીજાની શોધખોળ ચાલુ
અમદાવાદ: વાસણામાં ખુલ્લી જગ્યાથી શ્રમજીવીની 11 વર્ષીય દીકરીને ફોસલાવીને અપહરણ કરાયું હતું. રાજસ્થાનમાં તેની પર બળાત્કાર ગુજરનાર 65 વર્ષીય વૃદ્ધ અને 40 વર્ષીય બળાત્કારીને અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ડુંગરપુરથી ઝડપી પાડ્યા હતા અને દીકરીને પરિવારને સોંપી હતી.

1) બાળકી રાજસ્થાન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

પોલીસે પરિવાર સાથેના તમામ પાસા ચકાસતાં સગીરાને પાડોશમાં રહેતા ડુંગરપુરના માણસો ઉઠાવી ગયા છે.   

બાતમીને આધારે મહિલા સેલના પોલીસ કોન્સ્ટેબલ અને એએસઆઈ રાજસ્થાનના ડુંગરપુર તપાસાર્થે મોકલાયા હતા. કળુવાફળા મીણા મેવડા, અને ભારત કટારા બામણીયાવાડા અને અપહૃત સગીરા મળતાં ત્રણેયને અમદાવાદ લાવી પુછપરછ અને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.  

14 વર્ષીય સગીરાને પોલીસે મહિલા કાઉન્સિલરોની હાજરીમાં નિવેદન આપ્યું હતું કે, જાલુ કલાસવાએ તેને ગામડે આવવું છે તેમ કહીને લઈ ગયો હતો. અલગ અલગ ગામોમાં ફેરવીને તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત કવડા કટારાના ઘરે લઈ જઈ 2-4 દિવસ રોકાતો ત્યારે તે અને તેનો ભાઈ હાજાભારતા કટારા પણ તેની મરજી વિરૂધ્ધ બળજબરી કરી શરીર ચૂંથ્યું હતું.  

ગઈ દિવાળીના આગલા દિવસે જાલુને ઘરે જવાનું કહેતા ઢોર માર માર્યો હતો. તે ભાગીને મોડાસા જતી રહી હતી પરંતુ કવડાને હાથ લાગી જતાં તેણે ત્યાં બળાત્કાર ગુજારીને પોતાના વતન લઈ ગયો હતો.