તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 200 કરોડના બોન્ડનો ઈશ્યુ, પહેલીવાર ઓનલાઈન બોલી લાગશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડ ઇશ્યૂના અવલોકન માટે એનએસઈની એક ટીમ દાણાપીઠ ખાતે આવેલી કચેરીમાં હાજર રહી - Divya Bhaskar
કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડ ઇશ્યૂના અવલોકન માટે એનએસઈની એક ટીમ દાણાપીઠ ખાતે આવેલી કચેરીમાં હાજર રહી

અમદાવાદ: સ્વચ્છતામાં સંઘર્ષ કરી રહેલી અમદાવાદ મહાનગર પાલિક આર્થિક સધ્ધરતામાં નંબર વન બની ગઇ છે. આજે મ્યુનિ. કોર્પોરેશને 200 કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડ્યા હતા જે માત્ર બે જ મિનિટમાં ભરાઇ ગયો હતો. એક કલાકમાં કુલ બોન્ડની પાંચ ગણી વધુ એટલે કે, 1085 કરોડની બીડ મળી હતી. ટેક્સેબલ બોન્ડ બહાર પાડનારી અમદાવાદ મહાનગર પાલિકા દેશમાં પ્રથમ છે. 100 કરોડના બોન્ડ પર કેન્દ્ર સરકાર 1300 કરોડની ગ્રાન્ટ આપતી હોય છે, જેથી મ્યુનિ.ને 2600 કરોડની ગ્રાન્ટ મળશે જે આગામી દિવસોમાં શહેરની વિવિધ વિકાસ લક્ષી યોજનાઓમાં વપરાશે. કોર્પોરેશન બોન્ડના બદલામાં 1.70 ટકા વ્યાજ  પણ ચૂકવશે. 


 

1) આપણે દેશભરમાં સધ્ધરતામાં નંબર વન, ટેક્સેબલ બોન્ડ બહાર પાડનારી મ્યુનિ. દેશની સૌપ્રથમ મહાપાલિકા

હાલ મ્યુનિ.નું બજેટ અંદાજે રૂ.6200 કરોડ છે. આમાં પ્રોપર્ટી ટેક્સની આવક વર્ષે રૂ.800 કરોડ છે. આ સિવાય આવકનો અન્ય કોઈ સોર્સ નથી.

 AMC દેશની સૌથી ઊંચી ક્રિડેન્શિયલ રેટિંગ ધરાવતી મહાપાલિકા બની. ક્રિસિલે અમદાવાદ કોર્પોરેશનને ડિસેમ્બરમાં જ AA+નું રેટિંગ આપ્યું હતું.

 કેન્દ્ર સરકાર 100 કરોડના બોન્ડ પર 1300 કરોડની ગ્રાન્ટ આપે છે. એટલે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પો.ને 2600 કરોડની ગ્રાન્ટ મળશે. 

મ્યુનિ.કોર્પોરેશનનાં કમિશનર વિજય નહેરાનું કહેવું છે કે, 200 કરોડના બોન્ડ ઇશ્યુ કરતા કોર્પોરેશનને પહેલાં 200 કરોડ મળી ગયાં છે. ઉપરાંત કેન્દ્ર સરકારી બોન્ડ ઇશ્યુ કરવાના મુદ્દે પ્રોત્સાહન મળી રહે તે માટે 100 કરોડના બોન્ડ પર 1300 કરોડની ગ્રાન્ટ આપે છે. જેથી અમદાવાદને કુલ 2600 કરોડની ગ્રાન્ટ મળશે. આમ 2800 કરોડ રૂપિયા શહેરના વિકાસના કામ પાછળ ખર્ચાશે. જેમાં 24 કલાક પીવાના પાણીનો પ્રોજેક્ટ, ડ્રેનેજ લાઇન અને ઉપરાંત સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાશે. મેયરે ટેક્સ ચૂકવી મ્યુનિ.ને સદ્ધર બનાવવા લોકોનો આભાર માન્યો હતો.

અમદાવાદ મહાનગર પાલિકાએ વર્ષ 1998માં સૌપ્રથમવાર ૧૦૦ કરોડનાં બોન્ડ બહાર પાડ્યા હતા. આ સમેય મ્યુનિ. કોર્પોરેશન દક્ષિણ એશિયાઇ દેશની પ્રથમ મહાનગર પાલિકા બની હતી જેણે બોન્ડ ઇશ્યુ કર્યા હોય. ત્યાર બાદ 2004 સુધીમાં કુલ પાંચ વાર નોન ટેક્સેબલ બોન્ડ બહાર પડાયા હતા. 2004 પછી હાલ 2019માં પહેલીવાર ટેક્સેબલ બોન્ડ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. પૂના મહા પાલીકાનું રેટીંગ બે વર્ષથી એએ પ્લસ છે, પરંતુ અમદાવાદનું એક જ વર્ષમાં બે વાર રેટીંગ સુધર્યું છે. ઉપરાંત પૂના પાસે લીકર પરમીટ પણ છે. 

કોર્પોરેશને ગત વર્ષે કુલ 519 કરોડનો ટેક્સ વસૂલ્યો હતો. ટેક્સ વસૂલાતમાં કોર્પોરેશને કેટલાંક પગલા લીધા હતા. જેમાં શેરી નાટક ઉપરાંત, ઓનલાઇન ટેક્સ પેની સિસ્ટમ અને ડિફોલ્ટરોની મિલકત જપ્ત કરી હરાજીની નીતી સફળ રહેતા મ્યુનિ.ને ટેક્સની આવક 643 કરોડ થઇ ગઇ હતી. મ્યુનિ. કોર્પોરેશને આ ઉપરાંત રિવર ફ્રન્ટ, કાંકરીયા લેક ફ્રન્ટ સહિતના માધ્યમોથી આવક મેળવવાનું શરૂ કર્યું છે.