તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિકને લોકસભા લડાવવાની તૈયારી, અલ્પેશને કદ ઘટવાની ચિંતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના કાર્યકરોમાં હાર્દિક અને અલ્પેશ ઠાકોરને લઈ ચર્ચા
  • cwc બેઠકમાં હાર્દિક કોંગ્રેસમાં જોડાયો હતો  

અમદાવાદ: કોંગ્રેસની CWC બેઠક દરમિયાન હાર્દિકે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. સુત્રોએ મુજબ કોંગ્રેસમાં એવી ચર્ચા છે કે હાર્દિક પટેલ સીધી લોકસભાની ચૂંટણી લડવાથી અલ્પેશ ઠાકોરને પોતાનું કદ ઘટવાની ચિંતા છે.
અલ્પેશ પોતાની કામગીરી કરવામાં અસમર્થ: સુત્રો મુજબ કોંગ્રેસના કાર્યકરો કહે છે કે અલ્પેશ ઠાકોરના ભડકાઉ ભાષણથી એક લાખથી વધુ પરપ્રાંતીયોએ સ્થળાંતરણ કરવું પડ્યું હતું. જેથી કોંગ્રેસ હાઈકમાન્ડ અલ્પેશથી ખુબ જ નારાજ હતી. અલ્પેશ ઠાકોર બિહારનો સહપ્રભારી છે. પરંતુ પરપ્રાંતીયો પરના હુમલા બાદ બિહારમાં પોતાની કામગીરી કરવામાં પણ તે અસમર્થ છે. એવામાં જો હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં વિજયી થાય તો પોતાના કરતા હાર્દિકનું કદ મોટો થશે તેવી અલ્પેશ ઠાકોરને ચિંતા સતાવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...