તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Alpesh Thakor May Join Bjp And Take A Oath As Parliamentary Secretary With Babu Jamna Patel

ભાજપમાં જોડાશે અલ્પેશ ઠાકોર, બાબુ જમના સાથે સંસદીય સચિવ તરીકે શપથ લઈ શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી અલ્પેશ ઠાકોર અને બાબુ જમના પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડાબેથી અલ્પેશ ઠાકોર અને બાબુ જમના પટેલની ફાઈલ તસવીર
  • અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક સમયથી ભાજપ તરફ ઢળી રહ્યા છે
  • કોંગ્રેસના મોટા ભાગના કાર્યક્રમો અને બેઠકોમાં ગેરહાજર રહેતા આવ્યા છે 
અમદાવાદઃ લોકસભા ચૂંટણી જાહેર થવા આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. આવતીકાલે નારાજ ચાલી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોર સંસદીય સચિવ તરીકે શપથ લેશે. અલ્પેશ સાથે ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલને પણ સંસદીય સચિવ બનાવવામાં આવે એવી સંભાવના છે.

1) છેલ્લા 6 મહિનાથી નારાજ અલ્પેશ અંતે ભાજપ ભણી

ત્રણેક દિવસ પહેલા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં ધામા નાખ્યાં હતા. તેણે ભાજપમાં જવું કે કેમ અને લોકસભા ચૂંટણી લડવી કે નહીં તે અંગે સમર્થકો સાથે પરામર્શ કર્યો હતો. સૂત્રો કહે છે કે,ઠાકોર સેનાના કેટલાંક આગેવાનોએ જ રાધનપુર મતવિસ્તારમાં સર્વે કર્યો હતો. જેમાં સમર્થકોને પૂછવામાં આવ્યું હતું કે,જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જાય તો તમે તેની સાથે જોડાશો કે નહીં, ભાજપમાં જોડાયા બાદ લોકસભાની ચૂંટણી લડવી કે નહીં. 

ગત જાન્યુઆરીમાં અલ્પેશ ઠાકોરે એકતા યાત્રા દરમિયાન ભાજપના નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે મુખ્યમંત્રી રૂપાણીને પણ મળવા ગયો હતો. આ દરમિયાન સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે અડધી કલાક સુધી ચર્ચા ચાલી હતી.  

આ પહેલા પ્રભારી રાજીવ સાતવે બોલાવેલી કોંગ્રેસની કારોબારીમાં છેલ્લા કેટલાક સમયથી નારાજ અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યો હતો. અલ્પેશની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ પહેલા ધવલસિંહે પણ પ્રદેશ પ્રભારી સાતવ અને અહમદ પટેલ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યકત કરી હતી. આ સિવાય અલ્પેશે તાજેતરમાં પોતાની નારાજગી અને ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં એકતાયાત્રા કાઢી હતી.