તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઈના અમદાવાદમાં કુમાર વિશ્વાસનો કાર્યક્રમ યોજશે, પુલવામા શહીદોના પરિવારને 15 લાખની મદદ કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાબેથી આઈનાના પ્રેસિડન્ટ સુનિલ નાયક અને જમણે કાર્યક્રમની વિગતો - Divya Bhaskar
ડાબેથી આઈનાના પ્રેસિડન્ટ સુનિલ નાયક અને જમણે કાર્યક્રમની વિગતો

અમદાવાદઃપુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોના પરિવારજનોને મદદરૂપ થવા 2 માર્ચના રોજ કવિ ડૉ.કુમાર વિશ્વાસ અને સિંગર ભાવિન શાસ્ત્રીનો  YMCA ક્લબમાં કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં શહીદોના પરિવારને સીધી જ સહકારનિધિ ટ્રાન્સફર કરવા ઓનલાઈન, ચેક અને કેશ માટે પણ વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમ એસોસિયેશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા(AIANA) અને ચલો ગુજરાત ચલો ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાશે. તેમજ આઈના દ્વારા શહીદોના પરિવારને 15 લાખ રૂપિયાની મદદ કરાશે. જેને પગલે આઈનાના (ઇન્ડીયા) પ્રેસિડન્ટ પ્રફુલ નાયક વિશેષ જહેમત ઉઠાવી રહ્યા છે. 

 

આઇના અમેરીકામાં સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમો યોજે  છે.જો કે દેશ માટે કંઇક કરી છૂટવા આઇના (ઇન્ડીયા)એ પુલવામા હુમલામાં શહીદ જવાનોના પરિવારજનોને મદદ કરવાનું નક્કી કર્યું છે અને ભવિષ્યમાં આવી કોઇ બાબતમાં ભારત માટે મદદરૂપ બનશે.વધુ વિગત માટે 9924999924 નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો