તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરેન્દ્ર મોદીને સૌપ્રથમ કાઉબોય કેપ પહેરાવનારી અમદાવાદની દીકરી પૂજા ચૌધરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીએમ મોદીને કાઉબોય કેપ પહેરાવતી પૂજા ચૌધરી - Divya Bhaskar
પીએમ મોદીને કાઉબોય કેપ પહેરાવતી પૂજા ચૌધરી
  • ગઈકાલે ભાજપ શહેર મહામંત્રી અશ્વિન ચૌધરીની દીકરી પૂજાના લગ્ન હતા
  • જ્યારે પીએમ મોદી વર્ષ 2008માં સીએમ હતા ત્યારે તેઓ પૂજાના ધરે આવ્યા હતા
  • મોદીએ પૂજાને સારા ભણતરના આશીર્વાદ આપ્યા અને લાઈફટાઈમ કેપ સાંચવી રાખવા પ્રોમિસ પણ કરી

અમદાવાદ: વડાપ્રધાન મોદી પોતાની સ્પીચને લઈ દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ફેમસ છે. તો બીજી તરફ તેઓ પોતાના મેકઓવરના લીધે પણ સૌથી વધુ ફેમસ છે. મોદી અત્યાર સૂધી કાઉબોય કેપલૂકમાં સૌથી વધુ લોકપ્રિય રહ્યાં છે. પણં શું તમે જાણો છો કે પીએમ મોદીને સૌથી પ્રથમ વખત આ કાઉબોય કેપ કોણે પહેરાવી હતી? આ સંદર્ભે દિવ્યભાસ્કરે તમને જણાવી રહ્યું છે અમદાવાદના ભાજપ શહેર મહામંત્રી અશ્વિન ચૌધરીની દીકરી પૂજા વિશે જેને વર્ષ 2008માં પીએમ મોદીને સૌપ્રથમ કોઉબોય કેપ પહેરાવી હતી.

મોદીએ લાઈફ ટાઈમ કેપને સાચવી રાખવા પૂજાને પ્રોમિસ કરી હતી: પૂજાના પિતા અશ્વિન ચૌધરીએ DivyaBhaskar સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2008માં જ્યારે વડાપ્રધાન મોદી સીએમ હતા તે વખતે તેઓ મારા ઘરે ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા હતા. તેઓ એક કલાક માટે અમારા ઘરે રોકાયા હતા. પૂજા તે સમયે 10 વર્ષની હતી. પૂજા એક આર્ટિસ્ટ છે. તેને પોતાના હાથે બનાવેલી કાઉબોય કેપ પીએમ મોદીને પહેરાવી હતી. કેપ પહેરીને પીએમ મોદી ખુબ જ આનંદિત થયા હતા. મોદીએ પૂજાને સારા ભણતરના આશીર્વાદ આપ્યા હતા. અને લાઈફ ટાઈમ તે કેપ સાચવીને રાખવાની પૂજાને પ્રોમિસ પણ કરી હતી.

ગઈકાલે પૂજાના લગ્ન હતા: વડાપ્રધાન મોદીને સૌથી પહેલા કાઉબોય કેપ પહેરાવનારી પૂજાના ગઈકાલે લગ્ન હતા. પિતા અશ્વિન ચૌધરીએ જણાવ્યું હતું કે પૂજાને પીએમ મોદી પ્રત્યે ખુબ સારી લાગણી છે. જેને લઈ પૂજાને પીએમ મોદીને લોકસભા ચૂંટણીમાં જીતાડવા માટે નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. તેનીએ પોતાના લગ્નની કંકોત્રીમાં લોકોને મોદીને વોટ આપવા અપીલ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો