તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરખેજમાં રમત રમતા ચાર વર્ષની બાળકી હિટરને અડી જતા કરંટ લાગતા મોત નીપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાસણામાં પાંચમા માળેથી પડી જતા મહિલાનું મોત નીપજ્યું
  • ચાંદખેડામાં પીબલ-2 ફ્લેટમાં બારી પાસે ઉભા રહી ફોન પર વાત કરતા યુવકનું નીચે પડી જતા મોત

અમદાવાદ: સરખેજમાં આવેલા રોહિત વાસમાં રહેતી ચાર વર્ષીય બાળકી પાણી ગરમ કરવાના હિટર મશીનને અડી જતા કરન્ટ લાગ્યો હતો. બાળકીને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

રમતા રમતા હિટર મશીન પાસે પોહચી ગઈ: મૂળ કઠલાલના અને હાલ સરખેજ વિસ્તારમાં આવેલા રોહિત વાસમાં રહેતા રમીલાબેન ડોડીયાની પુત્રી છાયા (ઉ.વ.4) ઘરમાં રમતી હતી. ઘરમાં રમતા રમતા પાણી ગરમ કરવા મુકેલ હિટર પાસે પોહચી ગઈ હતી. ડાબો હાથ મશીનને અડી જતા તેને કરંટ લાગ્યો હતો. છાયાને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.

મહિલાએ પોતાની બહેનના ઘરે આપઘાત કરી લીધો: અમદાવાદમાં ભાડુઆતનગરમાં આવેલા ત્રિવેદી એપાર્ટમેન્ટમાં રહેતા હેમલતાબેન ખજાનચી (ઉ.વ.40) મણિનગર વિસ્તારમાં આવેલા શ્યામશીવમ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના બહેનના ઘરે ગયા હતાં. જ્યાં તેઓએ કોઈ કારણોસર ફીનાઇલ પી આપઘાત કર્યો હતી. સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડતા તેમનું મોત થયું હતું. મણિનગર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો