તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના અમરાઈવાડીમાં જ્વેલર્સમાં લૂંટ, માલિક પર છરીથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમૃત જ્વેલર્સના માલિકે લોહીલુહાણ હાલતમાં પણ હુમલાખોરોનો સામનો કર્યો
  • અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે આરોપીની તપાસ શરૂ કરી
અમદાવાદ: સમગ્ર ગુજરાત જ્યારે હાઈએલર્ટ પર છે ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા અમૃત જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થયો. બે શખ્સોએ જ્વેલર્સના માલિક પર છરીથી હુમલો કરીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
જ્વેલર્સના માલિકે લોહીલુહાણ હાલતમાં પણ સામનો કર્યો: અમરાઈવાડીના અમૃત જ્વેલર્સમાં દુકાનદાર પર હુમલો કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બપોરના સમયે બે શખ્સો જ્વેલર્સમાં બેઠા હતા અને અચાનક જ તેઓ ઉભા થઈને જ્વેલર્સને છરી બતાવે છે અને બાદમાં તેના પર હુમલો કરે છે. દુકાનદાર લોહીલુહાણ હાલતમાં પણ સાહસ બતાવી બંને શખ્સોનો સામનો કર્યો હતો.
દુકાનદાર હાલ સારવાર હેઠળ: અજાણ્યા શખ્સોએ હુમલો કરતા છરી દુકાનદારના હાથમાં ઘુસી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેને હાથના ભાગે ટાંકા લેવાયા છે. અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો