તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ જિલ્લા ચૂંટણી વહીવટીતંત્રએ શતાયુ મતદારોનું સન્માન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 7500 વોટર્સનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ: અમદાવદ જિલ્લા ચૂંટણી વહીવટીતંત્રએ અનોખો મતદાર જાગૃતિ કાર્યક્રમ કર્યો હતો. ઉંમર અને અનુભવની સદી વટાવી ચુકેલા અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારોનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.વિક્રાંત પાંડેએ સન્માન કર્યું હતું અને જણાવ્યું હતું કે યુવા મતદારોને  આ શતાયુ મતદારો પ્રેરણારૂપ બની રહેશે. સરહદ ઉપર સેના રક્ષા કરે છે તેમ શતાયુ મતદારો લોકશાહીની રક્ષાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

અમદાવાદમાં કુલ 719 શતાયુ મતદાર: શતાયુ મતદારો લોકશાહી વ્યવસ્થાના રક્ષક છે અને યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડે છે. અમદાવાદ જિલ્લામાં કુલ 719 શતાયુ મતદારો છે જે અમદાવાદ જિલ્લાનું ગૌરવ છે. લોકશાહીના જતન માટે દરેક મતદારોને મતદાન અવશ્ય કરવા જિલ્લા કલેકટર ખાસ અપીલ કરી હતી.
 જિલ્લા વિકાસ અધિકારી એ. મહેશ બાબુએ ઉપસ્થિત સૌ કોઇનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેઓએ આ કાર્યક્રમને એક અનોખી પહેલ ગણાવી હતી.

ફર્સ્ટ ટાઈમ 7500 વોટરની ઓનલાઈન નોંધણી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો: બ્રિટન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડે, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ હિમાંશુ પંડ્યા તથા રેડિયો સીટી આર. જે. હર્ષિલને 7500 ફર્સ્ટ ટાઈમ વોટરની ઓનલાઇન નોંધણી કરી વિશ્વ વિક્રમ સ્થાપવા બદલ સંયુક્ત પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દિવ્ય ત્રિવેદી દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. કલેકટરે સમગ્ર ટીમ અને ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં કુલ એક લાખ એક હજાર ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા છે. જેમાથી 7500નું પ્રથમ વખત રજીસ્ટ્રેશન એક જ સ્થળે અને એક જ સમયે કરવામાં આવ્યું હતું.