તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપરલ પાર્કથી કાલુપુરને જોડતી ભૂગર્ભ ટનલનું ખોદકામ પૂર્ણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલુપુર-એપરલ પાર્ક ટનલનું ખોદકામ - Divya Bhaskar
કાલુપુર-એપરલ પાર્ક ટનલનું ખોદકામ
  • 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા તબક્કાનું લોકાર્પણ કરશે
  • માર્ચ 2017થી ટનલનું ખોદકામ ચાલતું હતું

અમદાવાદ: શહેરની મેટ્રો ટ્રેન 4થી માર્ચથી દોડતી થઈ જશે. સાડા છ કિમીના રૂટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. જેમાં પહેલા તબક્કાના એપરલ પાર્કથી કાલુપુર સુધીના ટનલનું ખોદકામ કામગીરી પૂર્ણ કરી દેવાયું હતું.
1.72 કિમીની ટનલ:એપરલ પાર્કથી કાલુપુર સુધીની ભૂગર્ભ ટનલની કામગીરી માર્ચ 2017માં શરૂ કરવામાં આવી હતી. 2 વર્ષમાં તેનું ખોદકામ પૂર્ણ થયું છે. 
બે ટનલ ખોદાઈ: એપરલ પાર્કથી કાલુપુર સુધીની ટનલ ખોદવા માટે ટનલ બોરિંગ મશીલથી કામગીરી કરાઈ હતી. બંને વચ્ચે 100 મીટરનું અંતર જાળવવામાં આવ્યું છે. ખોદકામ પૂર્ણ થતાં સંભવતઃ એપ્રિલમાં કામગીરી પૂર્ણ થઈ જશે.
ટનલમાં મેટ્રો દડાવાશે: શહેરમાં 6 કિમીના રૂટ પર ટનલ નિર્માણ થશે. ઉપરાંત ભૂર્ગભમાં જ 4 સ્ટેશન બનાવાશે.

બીજી ટનલ ખોદવાની કામગીરી શરૂ: મેટ્રો રેલની ટનલ ખોદવાની કામગીરીમાં 15 દિવસ બાદ બીજી ટનલ ખોદવાની કામગીરી શરૂ કરવામા આવશે. બીજી ટનલ કાલુપુર રેલવે સ્ટેશનથી શાહપુર સુધીની છે. ટનલ ખોદવાનું 60 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. એપરેલ પાર્કથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટનલમાં હવે પછી ટનલીગમાં ક્રોસ પેસેજ, ફર્સ્ટ સ્ટેજ કોન્ક્રીટ ટ્રેક પ્લીન્થ વગેરેના કામ શરૂ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો