તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ VIP બંદોબસ્તમાં પોલીસ લખેલી V શેપની ટી-શર્ટમાં દેખાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં VIP બંદોબસ્તમાં જોવા મળતો હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના ડ્રેસ કોડને બદલવામાં આવ્યો છે. હવે વી-શેપના ગળાવાળી બ્લુ ટી-શર્ટમાં સ્ટાફ દેખાશે. ફોરેન પોલીસની જેમ આગળ અને પાછળ પોલીસ લખેલી આ ટી-શર્ટ ક્રાઈમ બ્રાન્ચે તૈયાર કરાવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બંદોબસ્ત માટે 250થી પણ વધુ રેડિયમવાળા ટી-શર્ટ બનાવ્યા. દરેક બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ આ ટી-શર્ટ પહેરશે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારી-કર્મચારીઓની ઓળખ થઈ શકે માટે ટી-શર્ટ બનાવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...