ભાનુશાળી હત્યાકાંડ / છબીલ પટેલ બાદ હવે મનીષા ગોસ્વામી પણ ટૂંક સમયમાં હાજર થશે

divyabhaskar.com | Updated - Mar 16, 2019, 12:39 PM
મનીષા ગોસ્વામીની ફાઈલ તસવીર
મનીષા ગોસ્વામીની ફાઈલ તસવીર
X
મનીષા ગોસ્વામીની ફાઈલ તસવીરમનીષા ગોસ્વામીની ફાઈલ તસવીર

  • મનીષા પાસે આ પ્રકરણને લગતી મહત્ત્વની સીડીનો સેટ હોવાનું સીઆઈડી ક્રાઈમ માને છે
     

અમદાવાદઃ જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલ હાજર થયા બાદ હવે આ કેસની ગુથ્થીઓ એક પછી એક ખૂલવા લાગી છે. છબીલે કેવી રીતે અમેરિકાથી બેઠા-બેઠા વોટ્સએપ કોલ કરીને આ સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો તે વિગતો પોલીસને જાણવા મળી છે. જો કે, હજી પણ આ સમગ્ર મામલે એક મોટી મડાગાંઠ ઉકેલાવાની બાકી છે, જે છે મનીષા ગોસ્વામી. એવું કહેવાય છે કે, કચ્છની મીઠી ખારેકનો સ્વાદ ચાખવા આવેલા ભાજપના મોટા-મોટા નેતાઓની ઘણી સીડીઓ બની છે જેનો એક સેટ મનીષા પાસે પણ છે અને હવે મનીષાને પણ ટૂંક સમયમાં સમજાવટથી હાજર કરાઈ શકે છે.

મનીષા સીડીના આધારે જ છબીલને બ્લેકમેલ કરતી હોવાની આશંકા

મનીષાનો સંપર્ક કરવા ત્રાહિત વ્યક્તિની ચેનલ શરૂ કરવા પ્રયાસો
1.સૂત્રોના જણાવ્યા મુજબ છબીલ પટેલના હાજર થયા બાદ તેની પૂછપરછમાં મનીષા સાથેની વાતચીત અને સીડીકાંડની પણ વિગતો મળી છે. હજી પૂછપરછ ચાલુ છે અને મનીષા ક્યાં સંતાઈ હોઈ શકે છે તેમજ તેની સાથે ત્રાહિત વ્યક્તિ દ્વારા સંપર્કની ચેનલ કેવી રીતે શરૂ કરી શકાય તે માટે પણ પોલીસ પ્રયત્નશીલ છે. ભાનુશાળીએ ઉતારેલી સીડીકાંડના રહસ્યો મેળવવા હવે મનીષાને પણ આગામી સમયમાં પોલીસ સમક્ષ હાજર કરી કેસને પૂરો કરવા તરફ સીઆઈડી ક્રાઈમ લઈ જશે.
સીડીના છેક સુધીના સગડ મેળવવા પોલીસ માટે મોટો પડકાર
2.મનીષા પાસે આ પ્રકરણને લગતી મહત્ત્વની સીડીઓનો સેટ હોવાનું સીઆઈડી ક્રાઈમ માની રહી છે. છબીલ પટેલે પણ જુબાની દરમિયાન આ બાબતની સ્પષ્ટતા કરી હોવાનું મનાય છે. મનીષા કદાચ આ સીડીના આધારે જ છબિલને બ્લેકમેલ કરતી હશે તેમ પોલીસનું માનવું છે. આવામાં મનીષા હાજર થાય તો પણ પોતાની સેફ્ટી માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિ પાસે સીડીના સેટની એક નકલ કોપી કરીને રાખી શકે છે, જેને હાંસલ કરવી પોલીસ માટે મોટો પડકાર બનશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App