તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશા પટેલ બાદ અલ્પેશ ઠાકોરના ખાસ અને બેચરાજીના MLA કોંગ્રેસ છોડી શકે છે, રાજીનામાની ચીમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્પેશ અને ભરત ઠાકોરઃ સૌજન્ય ફેસબુક - Divya Bhaskar
અલ્પેશ અને ભરત ઠાકોરઃ સૌજન્ય ફેસબુક

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાંથી આશા પટેલ બાદ વધુ એક કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. હવે કોંગ્રેસના બેચરાજીના ધારાસભ્ય અને અલ્પેશ ઠાકોરની નજીક ગણાતા ભરત ઠાકોરે પણ રાજીનામું ધરવાની ચીમકી ઉચ્ચારી છે. માત્ર એટલું જ નહીં, તેમણે અન્ય ધારાસભ્યો પણ રાજીનામાં આપી દેશે એવી ભીતિ વ્યક્ત કરી છે. આમ લોકસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.


 

1) સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો સાથે તાલમેલ રાખતા નથી

ધારાસભ્ય ભરત ઠાકોરે કહ્યું કે, મહેસાણા કોંગ્રેસ સંગઠનમાં હોદ્દેદારો ધારાસભ્યોની રીતસર અવગણના કરે છે. જિલ્લા સંગઠનના વિવાદોના કારણે ધારાસભ્ય કોંગ્રેસ છોડી રહ્યા છે. સંગઠનમાં ફેરફાર ખૂબ જરૂરી છે નહીં તો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થશે. પોતાની સાથે અન્ય ધારાસભ્યો પણ રાજીનામાં આપશે. 

તેમણે વધુમાં ઉમેર્યું કે, જિલ્લાના સંગઠન બાબતે હાઈકમાન્ડને જાણ કરાઈ છે. પરંતુ હાઇકમાન્ડ તરફથી કોઇ જ પગલાં ભરવામાં આવ્યા નથી. સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો સાથે તાલમેલ રાખતા નથી. જોકે વિવાદ થતાં પાછળથી ભરત ઠાકોરે ફેરવી તોળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસમાં અત્યારે આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. ખુદ કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ચિંતિત બન્યું છે.