તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસની સઘન ચેકિંગ, ISRO-એરપોર્ટની સુરક્ષા વધારાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય વાયુસેનાએ પુલવામાં થયેલા આતંકી હુમલાનો બદલો લીધો
  • ગુજરાતના મુખ્ય શહેરોના એરપોર્ટ અને ચેકપોસ્ટ પર સુરક્ષા વધારાઈ
  • ગુજરાતના સરહદીય વિસ્તાર સોમનાથ, બનાસકાંઠા અને કચ્છ હાઈએલર્ટ

અમદાવાદ: 14મી ફેબ્રુઆરી પુલવામામાં થયેલા આતંકી હુમલાના 13માં દિવસે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને 300 જેટલા આતંકીઓનો સફાયો કર્યો છે. જેને લઈ હાલ દેશભરમાં હાઈએલર્ટ છે. ત્યારે ગુજરાતના સરહદીય વિસ્તારો અને મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતમાં સઘન પોલીસ ચેકિંગ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ સમુદ્રી કિનારો અને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. અમદાવાદના ઈસરોમાં પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટ અને ઈસરોની સુરક્ષામાં વધારો: ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં 1000 કિલો બોમ્બ ફેંક્યા હતા જેના પગલે અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પોલીસ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ શહેરની ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધરી છે, બહારથી આવતા વાહનોની ઝીણવટભરની તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટમા ઠેર-ઠેર ચેકિંગ: ગુજરાતમાં હાઈએલર્ટના પગલે રાજકોટ પોલીસ સંતર્ક બની છે પોલીસ કમિશનરે કોઇ પણ સ્થળે 4 લોકોએ ભેગા ન થવા કલમ સાથેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરી દીધું છે અને સ્થાનિક પોલીસ દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ સહિત ચેકિંગ હાથ ધર્યું છે. રાજકોટ પોલીસે શહેરના મોલ-મલ્ટીપ્લેક્ષ અને એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
બરોડામાં પોલીસ કમિશનર ચેકિંગ પર: હાઈએલર્ટના પગલે બરોડા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે શહેરના તમામ સ્થળો પર જઈ ચેકિંગ હાથ ધર્યું છે. અનુપમસિંહે શહેરના જવાનોને એલર્ટ રહેવા સુચના આપી છે. બરોડાના જાંબુઆ ચેક પોસ્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. તો શહેરના મૉલ-મલ્ટીપ્લેક્ષ અને એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
સુરતના મૉલ-મલ્ટીપ્લેક્ષની સુરક્ષામાં વધારો: ગુજરાત હાઈએલર્ટના પગલે સુરતના જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના મોલ અને મલ્ટીપ્લેક્સ બહાર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. અને કોઈ અનિચ્છનિય લાગતી વ્યક્તિ કે ચીજનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો જોખમી: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારા પર હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અસંખ્ય નિર્જન ટાપુઓ અને આંતરિયાળ કિનારાઓ પર પોલીસની બાજ નજર છે. દરિયાકિનારા પર સઘન સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દરિયાકિનારે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસે સુચાનાઓ આપી દીધી છે કે કોઇ પણ શંકાસ્પદ ચીજવસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાકીદે પોલીસને જાણ કરવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો