તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જંયતી ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવતા હતા. માળિયા પાસે અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ AC  (H1) કોચમાં ઘુસીને તેમના પર ફાયરિંગ કરતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માળિયા પંચનામું કરીને મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો. એફએસએલની ટીમના ડોક્ટર પોસ્ટમોર્ટમ કરશે અને તેની વીડિયોગ્રાફી કરાશે. હત્યાની તપાસ કરવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. તો હત્યાના બનાવમાં પવન મોરી નામના વ્યક્તિની અટકાયત કરી હતી. તેને અમદાવાદ લાવી પુછપરછ હાથ ધરાશે.