અમદાવાદ / આલ્ફાવન મોલમાં પેસેજની જગ્યામાં બે ફૂડ સ્ટોલ ઉભા કર્યાં, આગ લાગે તો હજારો લોકો ફસાઈ શકે

divyabhaskar.com | Updated - Apr 15, 2019, 09:09 PM

  • આવવા- જવા માટે પેસેજની જગ્યા ખુલ્લી હોવી જરૂરી
  • લોકો આરામથી બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ

અમદાવાદઃ શહેરના આનંદનગરમાં આવેલા દેવઓરમ કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં બહાર ન નીકળી શકવાને કારણે 100 જેટલા લોકો ધૂમાડાના કારણે બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર ઘટના બાદ શહેરની હાઇરાઈઝ બિલ્ડિંગ્સમાં ફાયરસેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં પણ ફૂડ કોર્ટમાં સિને પોલિસ મલ્ટીપ્લેકસમાં જવાના પેસેજમાં ફૂડના બે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે,તેમજ ખુરશી ટેબલ પણ મૂકી દેવાયા છે. જેના કારણે આવવા જવાની જગ્યા સાંકડી થઈ છે. આ મોલમાં જાહેર રજા અને શનિ-રવિ દરમિયાન 50 હજાર જેટલા લોકો આવતા હોય છે, ત્યારે જો આગ લાગે અથવા બોમ્બ મુકાવાની અફવા ફેલાય તો નાસભાગ મચી શકે છે અને હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

કોઈ મોટી દુર્ઘટના બને અને બહાર ન નીકળી શકે તો જવાબદાર કોણ?

આલ્ફાવન મોલમાં દરરોજના 5 હજારથી વધુ લોકો જ્યારે શનિ-રવિવારે 25 હજારથી વધુ લોકો આવતાં હોય છે. ફૂડ કોર્ટ ફ્લોર પર સીને પોલીસ મલ્ટીપ્લેકસનો પેસેજ આવેલો છે. મલ્ટીપ્લેક્સમાં જવા આવવા માટે એ જ પેસેજનો ઉપયોગ થાય છે. આ પેસેજ એરિયામાં ડબલ ડેકર બસ મૂકી તેમાં KEVENTERS & Truly Fresh નામના બે ફૂડ સ્ટોલ ઉભા કર્યા છે. તેમજ વચ્ચે જવા માટે નાની જગ્યા છોડી ખુરશી ટેબલ પણ મૂકી દેવાયા છે. જેથી પેસેજની જગ્યા નાની થઈ ગઈ છે. બસમાં જ ફૂડ બનાવવામાં આવે છે જો આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને તો સીને પોલીસ મોલમાંથી બહાર નીકળવામાં લોકોને તકલીફ પડી શકે છે. એક સાથે અનેક લોકો પેસેજમાંથી ન નીકળી શકે આ દરમ્યાનમાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેના પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

મોલના સત્તાવાળાઓએ જવાબ ન આપ્યો

આ બાબતે આલ્ફાવન મોલના સત્તાધીશોને પૂછતાં તેઓએ વિગત ઇ-મેલ કરવા જણાવ્યું હતું. DivyaBhaskarએ ઇ-મેલથી પૂછતાં તેઓએ ઇ-મેલનો કોઈ જવાબ આપ્યો ન હતો.

પેસેજ ખુલ્લો હોવો જોઈએઃ ફાયર વિભાગ

એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ પેસેજ પ્લાનમાં કેટલો બતાવ્યો છે અને અત્યારે કેટલો છે તે મંગાવી તપાસ કરાવી લઈએ છીએ. પેસેજ ખુલ્લો જ હોવો જોઈએ. આ બાબતે અમે તપાસ કરીશુ.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App