તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામ નજીક તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, 2નો બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દહેગામ તાલુકાના સંપા ગામે ચાર બાળકો તળાવમાં ન્હાવા પડ્યાં હતા

ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ તાલુકાના સંપા ગામે તળાવમાં ચાર બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. જેમાં બે બાળકોના ડૂબવાથી મોત નિપજ્યાં છે.ડૂબી ગયેલા અરમાર કાસમશા દિવાન અને ચિરાગ કેશાજી ઠાકોર નામના બાળકોના મૃતદેહ દહેગામ નગરપાલિકાની ફાયરની ટીમે બહાર કાઢ્યા હતા. બપોરના સમયે ચારેય બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. મૃતક બાળકો 13 અને 15 વર્ષના અને સંપા ગામના જ રહેવાસી હતા.

નર્મદાનું પાણી છોડાતા તળાવ ભરાયું

દહેગામ તાલુકાના સાંપા ગામે આવેલા તળાવ છેલ્લા કેટલાય સમયથી ખાલી હતુ.જે તળાવમાં બે દિવસથી નર્મદાનું પાણી છોડવામાં આવતાં તળાવમાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી.તળાવમાં પાણી આવ્યું હોવાથી સાંપા ગામમાં રહેતાં ચિરાગ કેશાજી ઠાકોર (ઉ.વ.15), અરમાર કાસમશા દિવાન (ઉ.વ.9)કવલ
દશરથભાઇ (ઉ.વ.12) તથા કલ્પેશ પ્રવિણભાઇ (ઉ.વ.13) નામના કિશોર તળાવમાં ન્હાવા ગયા હતા.તે સમયે ચિરાગ અરમાન તથા કવલ ન્હાવા પડયા હતા.જયારે કલ્પેશ બહાર ઉભો હતો. આ દરમ્યાન પાણીમાં પડેલા કિશોરો ડૂબવા લાગતા કવલ નામનો કિશોર બહાર નીકળવામાં સફળ થયો હતો.જયારે ચિરાગ તથા અરમાન ઉડા પાણીમાં ગરકાવ થતાં બહાર ઉભેલા કિશોરોએ બૂમાબૂમ કરી હતી. ત્યાર બાદ ઘટના સ્થળે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. 

અન્ય સમાચારો પણ છે...