સુસાઈડ / લેણાનાં રૂપિયા ન મળતા નવા નરોડાના યુવકે કેનાલમાં કુદી આત્મહત્યા કરી

DivyaBhaskar.com

Mar 15, 2019, 11:54 AM IST
a men commit suicide at gandhinagar caught suicide note

 

  • મોડી સાંજ સુધી યુવકની શોધખોળ છતાં મળ્યો નહોતો
  • મારા સાહેબના દબાણથી પગલું ભર્યાનું સુસાઈડ નોટ મળી


અમદાવાદ-ગાંધીનગર: ગાંધીનગરના મેદરા કેનાલમાં નવા નરોડાના યુવકે લેણાનાં રૂપિયા ન મળતા ઝંપલાવ્યું હતું. કેનાલ પાસેથી યુવકનું બાઈક, સુસાઈડ નોટ અને આધારકાર્ડ મળ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતા ડભોડા પોલીસ અને તરવૈયાઓએ યુવકની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ મોડીસાંજજ સુધી સફળતા ન મળી.
પૈસા સલવાતા ઓફિસના સાહેબના દબાણથી પગલું ભર્યાની સુસાઈડ નોટ: મળેલી સુસાઈડ નોટમાં પૈસા સલવાઈ જતા યુવક આ પગલું ભરી રહ્યો હોવાનું ઉલ્લેખ છે. યુવક રાહુલકુમાર વિનોદભાઈ જોગાણી નવા નરોડાના કૃષ્ણ વિહાર સોસાયટીના સી-24નો રહેવાસી છે. ઓફિસના સાહેબના દબાણથી પગલું ભર્યાનું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
યુવકની સુસાઈડ નોટ અક્ષરસ: 'તમારા બધાનો આભાર માનું છું':મમ્મી-પપ્પા, નયના, દિક્ષિતા તમારા બધાની માફી માંગુ છું કે મેં આવુ કર્યું. પણ મારા પાસે બીજો કોઈ રસ્તો ન હતો. અને તમારા બધાનો આભાર પણ માનુ છું કે તમે મને આટલો સપોર્ટ કર્યો. આ બધુ હું અમારા સાહેબના દબાણમાં આવીને કરુ છું. મારે પૈસા લેવાના છે નીચેલા લોકા પાસેથી. 30,000- કરણ રાવલ,30,000 હેમરાજ ચંદાવત જેનું નામ એડ્રેસ દિક્ષા મેડમને ખબર છે. 40,000 બારેજા વાળા મયંકભાઈ પાસેથી . જેમને કેશવ મોટર્સમાંથી લઈને આપવાના છે. 1,00,000 નિખિલ પંચાલ શો રૂમના જનરલ મેનેજર પાસેથી લેવાના છે. નયના બને તો તું ચલાલા જતી રેજે અને બીજા લગ્ન કરી ખુશ રહેજે. દર્શિલને જણાવાનું કે બાપુજી અને ભાભુનું ધ્યાન રાખજે.- લી. આપનો નકામો (રાહુલ)
X
a men commit suicide at gandhinagar caught suicide note
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી