ગ્રાઉન્ડ રિપોર્ટ / નિયમો માત્ર કાગળ પર, ગુજરાતમાં 75 ટકા ક્લાસિસ ફાયર સેફ્ટી વિનાના

divyabhaskar.com | Updated - Feb 01, 2019, 07:19 PM
gujarat fire safety rules are meant only for papers 75pc tution classes doesnot have fire safety
X
gujarat fire safety rules are meant only for papers 75pc tution classes doesnot have fire safety

  • સુરતમાં ચાલતા ક્લાસિસમાં ફાયર એલાર્મ અને ફાયર ડીટેક્ટર સિસ્ટમ નથી
  • જો કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો કોણ જવાબદારી લેશે?
  • ગોળ ગોળ વાતો બંધ કરી નક્કર કાર્યવાહી કરવી જરૂરી

અમદાવાદઃ નવેમ્બર 2018માં સુરતના વેસુ વિસ્તારમાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગતાં 7 વર્ષના બાળક અને 40 વર્ષીય શિક્ષિકાનું મોત થયા હતાં. તેમજ ગઈકાલે (30 જાન્યુઆરી) અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલા કોમ્પ્લેક્સમાં આવેલા ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગતા 27 વિદ્યાર્થી માંડ બચ્યા હતાં. જેને પગલે DivyvaBhaskarએ રાજ્યના રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં આવેલા ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે રિયાલીટી ચેક કરી હતી. જેમાં તમામ શહેર મળીને સરેરાશ 75 ટકા ક્લાસિસમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોવાનો ખુલાસો થયો છે.

કોર્પોરેશન, પોલીસ, ફાયર-શિક્ષણ વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં માહેર

વડોદરાઃ ટ્યૂશન ક્લાસિસ કોના અન્ડરમાં તે અંગે અવઢવ
1.ફાયર બ્રિગેડે શહેરમાં ચાલતા નાના-મોટા ટ્યૂશન ક્લાસિસનો સર્વે કર્યો હતો. આ સર્વેમાં અંદાજે 20 જેટલા મોટા અને 150 જેટલા મળીને 170 ક્લાસિસ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 150 જેટલા ટ્યૂશન ક્લાસિસોમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા જ નથી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા અઢી માસથી ટ્યૂશન ક્લાસિસને એન.ઓ.સી. આપવાની કામગીરી ચાલુ છે. 
 
શહેરમાં ચાલતા ટ્યૂશન ક્લાસિસનું કોઇ રજિસ્ટ્રેશન થતું નથી
2.વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી યુ.એન. રાઠોડે જણાવ્યું હતું કે, અમારા અન્ડરમાં ટ્યૂશન ક્લાસિસ આવતા નથી. આ અગાઉ ટ્યુશન ક્લાસિસને અમારા અન્ડરમાં લેવા માટે ચર્ચા ચાલી હતી. તેમજ શહેરમાં ચાલતા ટ્યૂશન ક્લાસિસનું કોઇ રજિસ્ટ્રેશન થતું નથી. કોર્પોરેશને ટ્યૂશન ક્લાસિસના સંચાલકો સામે ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી કરવી જોઇએ.
 
સુરતઃ દુર્ઘટના બાદ પણ સંચાલકો અને તંત્ર ઉંઘમાં
3.

સુરતમાં આગ દૂર્ઘટના બાદ એસોસિયેશનમાં નોંધાયેલા 300 ક્લાસિસમાંથી 180 ક્લાસિસમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી નોટિસ આપી હતી. જ્યારે 11 કલાસિસ અને એક શોપિંગ કોમ્પ્લેક્સ પણ સીલ કર્યું હતું.  ત્યારબાદ તમામ કલાસિસ સંચાલકોએ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે બાંહેધરી આપી હતી. 

સુરતના 7 ઝોનમાં 5000થી વધારે નાના મોટા ટ્યૂશન કલાસિસ ચાલે છે. મોટાભાગના કલાસિસમાં આજે પણ વિદ્યાર્થીઓ ફાયર સેફટી વિનાના કલાસમાં અભ્યાસ કરે છે. તેમાં પણ નાના મોટા ક્લાસિસ તો ફાયર સેફટી વગર જ ચલાવવામાં માને છે.
 

તમામ ક્લાસરૂમમાં આવવા જવા માટે ફક્ત એક જ એન્ટ્રી
4. નાના-નાના પાર્ટિશન કરી ક્લાસરૂમ બનાવી દેવાયા
 તમામ ક્લાસરૂમમાં ફીક્સ ગ્લાસ લગાવી દેતાં વેન્ટીલેશનનો અભાવ
 તમામ ક્લાસરૂમમાં આવવા જવા માટે ફક્ત એક જ એન્ટ્રી છે
 કોઈ પણ ક્લાસરૂમમાં ફાયર એક્સટિંગ્વિસર નથી
 ફાયર એલાર્મ અને ફાયર ડીટેક્ટર સિસ્ટમ નથી  
રાજકોટઃ નિયમોના પાલન માટે સુચના આપી, પાલન કોઈએ કર્યું નહીં
5.

રાજકોટમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા 10 કોચિંગ ક્લાસમાં રિયાલિટી ચેક કરતા 7 ક્લાસિસમાં ફાયર સેફ્ટીના કોઇ સાધનો જોવા મળ્યા ન હતા. 


આ અંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, બધા ક્લાસિસ સંચાલકોને બોલાવી ફાયર સેફ્ટીના સાધનો રાખવા માટે સુચના આપીશું.

સ્ટાફના અભાવે નિયમિત ચેકિંગ થઇ શકતું નથી
6.

જોઇન્ટ પોલીસ કમિશનર એસ.એમ.ખત્રીએ કોર્પોરેશનને ખો આપી કહ્યું હતું કે,આ કામ કોર્પોરેશન અને ફાયર વિભાગનું હોય છે. આમ છતાં કોર્પોરેશન સાથે બેઠક કરી સુચાનાઓ આપીશું. ફાયર ચીફ ઓફિસર જે.બી.ઠેબાએ જણાવ્યું કે, સ્ટાફના અભાવે નિયમિત ચેકિંગ થઇ શકતું નથી. જે જે ક્લાસિસમાં ધ્યાનમાં આવે છે તેને ફાયર સેફ્ટીના નિયમોના પાલન કરવા સુચના આપી દેવાઈ છે. 

 

સુરતમાં બનેલી ઘટના બાદ 2 કોચિંગ ક્લાસના સંચાલકોએ તો તાબડતોબ અગ્નિશામક યંત્ર નંખાવી દીધું છે. જ્યારે અન્ય પ્રાઈવેટ ક્લાસના સંચાલકોએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખાસ તકેદારી લીધી છે અને ફાયર સેફ્ટીના સાધનો માટે મનપામાં અરજી કરી છે. 
 

અમદાવાદઃ CCTV છે પણ એકેયમાં ફાયર સેફ્ટી નથી
7.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટ્યૂશન ક્લાસિસમાં તપાસ કરતાં એકપણ ક્લાસિસ અને કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીની સુવિધા જોવા મળી ન હતી. મોટાભાગના ટ્યૂશન ક્લાસિસમાં સંચાલકોએ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે પણ બાળકોની સુરક્ષાની તકેદારી રાખી ફાયર સેફ્ટીના સાધનો વસાવ્યા નથી. તેમજ શહેર અનેક કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ન હોવાથી દુર્ઘટનાઓ બનતી રહે છે.
 
હજુ ખાલી તપાસ, પગલાં નહીં
8.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલ જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા ચીફ ફાયર ઓફિસરને ટ્યૂશન ક્લાસિસની યાદી આપી છે. આ યાદીમાં જણાવેલા ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્યવાહી કરવા કહ્યું છે.

 

અમદાવાદ ગ્રામ્ય DEOએ જણાવ્યું હતું કે, અમે ટ્યૂશન ક્લાસિસમાં ચકાસણી બાબતે પાંચ દિવસની ડ્રાઈવ શરૂ કરી છે. હાલ માત્ર તપાસ કરાઈ રહી છે પણ કોઈને નોટિસ આપી નથી. પાંચ દિવસ સુધી તપાસ બાદ કલેકટર સાથે મીટિંગ કરી પગલાં લેવાશે.  
 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App