તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક દશકામાં સાડા 7 હજારથી વધારે મોટા ઝાડ કાપી નખાયા, શહેરમાં માત્ર 4 ટકા જ બચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરખેજ -ગાંધીનગર હાઈવે પર વૃક્ષોનું નિકંદન- ફાઈલ તસવીર - Divya Bhaskar
સરખેજ -ગાંધીનગર હાઈવે પર વૃક્ષોનું નિકંદન- ફાઈલ તસવીર
  • વિકાસના નામે 2018-19માં સૌથી વધુ 1916 વૃક્ષો કપાયા
  • BRTS, મેટ્રો, રોડ મોટા કરવા સહિતના પ્રોજેક્ટોથી પર્યાવરણનું નિકંદન
  • શહેરમાં જરૂરી 14 ટકાની સામે 4 ટકા જ લીલોતરી
અમદાવાદ:  રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં છેલ્લા એક દશકામાં સાડા સાત હજારથી વધારે ઝાડ કાપી નખાયા છે. વિકાસના નામે પર્યાવરણનું નિકંદન વાળી દેવામાં આવ્યું છે. શહેરોમાં જરૂરી 14 ટકા લીલોત્તરી સામે વર્તમાનમાં શહેરમાં 4 ટકા જેટલી જ લીલોત્તરી બચી હોવાનું સામે આવ્યું છે.

વર્ષ 2018માં રોડ પહોળા કરવા, બીઆરટીએસ, મેટ્રો પ્રોજેક્ટ, રિંગ રોડ, બ્રિજ, આવાસો અને કોમર્શિયલ કોમ્પલેક્ષ ઊભું કરવા જેવા કારણોથી શહેરમાં મોટા વૃક્ષોને કાપી દેવાયા છે. 2018-19માં જ 1916 જેટલા વક્ષોને કાપી દેવાયા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેટર અને ધારાસભ્યોને છેલ્લા પાંચ વર્ષમાં કરોડોની ગ્રાન્ટ ફાળવીને ટ્રી-ગાર્ડ આપે છે. તેમછતાં વૃક્ષોમાં કોઈપણ જાતનો વધારો થતો નથી. ઉપરથી વૃક્ષોની ટકાવારીમાં મોટો ઘટાડો થતો જોવા મળ્યો છે.

શહેરને અડીને આવેલા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના અડાલજ પાસે સિક્સ લેન હાઈવે બનાવવા માટે પણ મોટાંમોટા ઝાડવા કાપી દેવાયા હતા. પોલીસની હાજરીમાં વૃક્ષો કાપવામાં આવ્યા હતા. કેટલાક એનજીઓએ ચીપકો આંદોલન કરીને તેનો વિરોધ પણ કર્યો હતો. છતાં વૃક્ષો બચાવવામાં તેમને સફળતા મળી ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો