તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક સપ્તાહમાં ભૂંકપના 53 આંચકા, સૌથી વધુ કચ્છમાં- 26 અને સુરેન્દ્રનગરમાં 20

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ-કચ્છ: ગાંધીનગર ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલી માહિતી મુજબ એક સપ્તાહમાં ગુજરાતમાં 53 નાના-મોટા ભૂકંપના આચકા અનુભવાયા છે. અત્યાર સુધી સૌથી વધુ કચ્છમાં 26 અને સુરેન્દ્રનગરમાં 20 આચકા અનુભવાયા છે. 

 

આજે એક જ કલાકમાં ભૂકંપના 3 આચકા

 

 

તીવ્રતા સ્થળ સમય
1.6 બેલા, કચ્છ 09.24 am
1.8 સુરેન્દ્રનગર 09.44 am
1.8 ભચાઉ, કચ્છ 10.25 am

 

3.1ની તીવ્રતાવાળા 3 કંપને વાગડ ફોલ્ટને ધ્રુજાવ્યો 

 

શુક્રવારની મોડી રાત્રે અઢી વાગ્યે 3.1ની તિવ્રતાના કંપનથી ધરતી ધ્રુજી હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 19 કિલોમીટર દૂર કચ્છના મોટા રણમાં આવેલ જુણા ગામ પાસે નોંધાયું હતુ઼. આ ઉપરાંત શનિવારના દિવસના ભાગે ભચાઉ અને દુધઇ નજીક 1.6 તેમજ 1.9ની તીવ્રતા ધરાવતા અન્ય 2 કંપન નોંધાયા હતા. શુક્રવારે ભારત-પાક સરહદે પણ 3ની તીવ્રતાના કંપનથી ધરતી ધ્રુજી હતી. 

અન્ય સમાચારો પણ છે...