અમદાવાદ / શાહીબાગ પોલીસમાં 50 વર્ષીય મહિલાની ફરિયાદ: ‘મારા બોયફ્રેન્ડે મારી પર રેપ કર્યો’

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 06:02 PM
ઘટનાને વર્ણવવા  પ્રતિકાત્મક તસવીર લીધેલી છે
ઘટનાને વર્ણવવા પ્રતિકાત્મક તસવીર લીધેલી છે
X
ઘટનાને વર્ણવવા  પ્રતિકાત્મક તસવીર લીધેલી છેઘટનાને વર્ણવવા પ્રતિકાત્મક તસવીર લીધેલી છે

  • સીટીએમના રહેવાસી નરેન્દ્રએ લગ્નની લાલચ આપી મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા
  • છેલ્લા 5 વર્ષથી પ્રેમી મહિલાને બ્લેકમેઈલ કરી બળાત્કાર કરતો રહ્યો
  • બીભત્સ વીડિયો ફેસબુક પર વાઈરલ કર્યા, એસિડની ફેંકવાની ધમકી પણ આપી

અમદાવાદ: અમદાવાદમાં રહેતી 50 વર્ષીય મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ‘મારા બોયફ્રેન્ડે મારી પર રેપ કર્યો છે’. ફરિયાદ મુજબ પ્રેમી તેની 50 વર્ષની પ્રેમિકાને બ્લેકમેઈલ કરી અવાર-નવાર રેપ કરતો હતો.

ફેસબુક પર મહિલાનું ડમી એકાઉન્ટ બનાવ્યું
1.મહિલાએ પ્રેમી સાથે સંબંધ તોડી દેતા. પ્રેમીએ ઉશ્કેરાઈને તેનો ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. અને તેની પાસે બ્લેકમેઈલ કરી ટુકડે-ટુકડે 2 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. આટલું જ નહીં પ્રેમીએ મહિલાના બીભત્સ વીડિયો ફેસબુક પણ વાઈરલ કર્યા હતા. અને તેના પર એસિડ ફેંકવાની ધમકી પણ આપી હતી.
લગ્નની પ્રોમિસ આપી શારીરિક સંબંધ બાંધ્યો
2.પોલીસ અધિકારીઓ જણાવ્યા પ્રમાણે મહિલા અને તેનો પ્રેમી નરેન્દ્ર રાજપુત વર્ષ 2014માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. સીટીએમમાં રહેતો નરેન્દ્ર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતો હતો. આ દરમિયાન બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. બાદમાં ધીમે-ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. નરેન્દ્રએ મહિલાને લગ્નની પ્રોમિસ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે દરમિયાન તેણે મહિલા સાથે મજા માણતા વીડિયો પણ ઉતાર્યા હતા.
5 વર્ષથી બ્લેકમેઈલ કરી બળાત્કાર ગુજારતો પ્રેમી
3.થોડા મહિના પહેલા મહિલાને જાણ થઈ કે તેનો પ્રેમી નરેન્દ્ર પરિણીત છે અને તેના બે બાળકો પણ છે. હકીકત સામે આવી જતાં મહિલાએ તેના સાથે સંબંધો તોડી દીધા અને તેના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતું. જેથી ઉશ્કેરાઈને નરેન્દ્રએ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. મહિલાએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી તે વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી મારી સાથે રેપ કરતો હતો. આથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App