તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાણીલીમડાના પીરકમાલ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ફાટતાં ત્રણ લોકોના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટના સ્થળની તસવીર - Divya Bhaskar
ઘટના સ્થળની તસવીર

અમદાવાદ: દાણીલીમડા પીરકમાલ ચાર રસ્તા પાસેના કોમ્પ્લેક્સની ભંગારની દુકાનમાં બ્લાસ્ટથી દુકાન માલિક તેના મિત્ર અને મહિલા કર્મચારીનું મોત થયું હતું. દુકાનમાં મોટા જહાજના ભાગનું ગ્રાઇન્ડરથી કાપતાં ધડાકો થતાં ઘટના બની હોવાનું ક્રાઇમ બ્રાંચનો દાવો છે. 

ગુરુવારે સાંજે 5.10 વાગ્યે રફીકભાઈનો મિત્ર ફરીદભાઈ છીપા ચા પી રહ્યા હતા ત્યારે ધડાકા સાથે દુકાનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, દુકાનનું શટર અને તેની દીવાલ પણ તૂટી પડી હતી. આસપાસની દુકાનના કાચ તૂટી ગયા હતા અને જમીનમાં પણ ખાડો પડી ગયો હતો. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે, ત્રણે વ્યક્તિઓનાં ચિથરાં ઊડી ગયાં હતાં અને તેમના અવષેશો પણ શોધવા પડ્યા હતા. આ ઉપરાંત બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.

મરનાર મહિલા પરિવારનો આધાર હતી: ભારતીબેન મારવાડી તેમના પરિવારનો આધાર હતાં.તેમના પતિ પરેશભાઈ છૂટક મજૂરી કરે છે.જો કે ભારતીબેન પરિવારને મદદ કરવા માટે પહેલાથી જ કામ કરે છે. અગાઉ તેઓ પતરાની સગડીઓ બનાવતાં હતાં.પરંતુ તે કામ બંધ થઈ જતા તેઓ છેલ્લા 12 મહિનાથી ભંગાર તોડવાની દુકાનમાં કામ કરતાં હતાં. 

બહાર ઊભા રહેલા મહિલાના પુત્રનો બચાવ: મૃત્યુ પામેલાં ભારતીબેનને ત્રણ પુત્રો છે જે પૈકી મોટો પુત્ર ગૌતમ માનસિક અસ્થિરને તેઓ કામ પર સાથે જ લઈને આવતાં હતાં. ઘટના સમયે ગૌતમ દુકાનની બહાર ઊભો હોઈ તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનામાં તેના માથાના વાળ બળી ગયાં હતાં જો કે તેને કોઈ ગંભીર ઈજા પહોંચી નહતી.

ઘટનાની તલસ્પર્શી તપાસ થઈ રહી છે: આ મામલે હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ કઇ રીતે બ્લાસ્ટ થયો તે અંગે હાલમાં કંઈ નક્કર કારણ જાણી શકાયું નથી, આ મામલે તલસ્પર્શી તપાસ કરવા એફએસએલની મદદ લેવાઈ રહી છે. - બિપીન આહિરે, ડીસીપી, ઝોન-6

અન્ય સમાચારો પણ છે...