શહેરની મોટાભાગની સ્કૂલોમાં 9માં નોરતાની રજા જાહેર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: નવરાત્રીના નવમાં નોરતે મ્યુનિ. સંચાલિત શાળાઓ સહિત શહેરની ઘણી સીબીએસઈ, ગુજરાત બોર્ડની સ્કૂલોએ રજા જાહેર કરી છે, જેથી વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસનું મિનિ વેકેશન રહેશે. શાળાઓએ નવમાં નોરતાની એક દિવસની સ્થાનિક રજા જાહેર કરી છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ગરબાનું પ્લાનિંગ 
કરી શકશે.

વિદ્યાર્થીઓને ચાર રજાનો લાભ મળશે
ત્રિપદા સ્કૂલના સંચાલક અર્ચિત ભટ્ટે જણાવ્યું હતું કે, આઠમાં અને નવમાં નોરતામાં ઘણા પરિવારો પોતાના ગામડે નૈવેદ્ય માટે જાય છે. જેથી નવરાત્રીના છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી હોય છે. સોમવારે નવમું નોરતું હોવાથી અને મંગળવારની જાહેર રજા હોવાથી વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. સીબીએસઇ બોર્ડ સાથે જોડાયેલ ઉદગમ્ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, સીબીએસઇની પરીક્ષા ગયા અઠવાડિયે જ પૂરી થઇ છે. તેથી વિદ્યાર્થીઓને થોડું હળવું વાતાવરણ મળી રહે અને વીકેન્ડમાં રજાને માણી શકે તે માટે અમે નવમાં નોરતાના દિવસે રજા જાહેર કરી છે. જેથી વિદ્યાર્થીઓને ચાર રજાનો લાભ મળશે. કારણ કે સીબીએસઇ સ્કૂલમાં શનિવાર અને રવિવારની રજા જ હોય છે.