તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 9 Talukas Of Gujarat Have More Than 200 Percent Seasonal Rainfall, Chhotaudepur Has The Highest Rainfall Of 261 Percent

ગુજરાતના 9 તાલુકામાં સિઝનનો 200 ટકાથી વધુ વરસાદ, છોટાઉદેપુરમાં સૌથી વધુ 261%, 12 તાલુકામાં 100 ઇંચથી વધુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 31 જિલ્લામાં 100 ટકાથી વધુ, બનાસકાંઠા-મહેસાણામાં 92 ટકા વરસાદ
  • ગુજરાતમાં સિઝનનો 132 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 153 ટકા વરસાદ
  • 91 તાલુકામાં 40 ઇંચથી વધુ અને 143 તાલુકામાં 20થી 40 ઇંચ વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે. હવામાનના આંકડા પર નજર કરીએ તો ગુજરાતના 9 તાલુકામાં 200 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જેમાં છોટાઉદેપુરમાં સૌથી વધુ 261 ટકા ખાબક્યો છે. ગુજરાતના 31 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 12 તાલુકામાં 100 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે. માત્ર બે જિલ્લા બનાસકાંઠા અને મહેસાણામાં 92 ટકા વરસાદ પડ્યો છે. હાલ ઉત્તર ગુજરાતમાં પણ સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે બાકીના બે જિલ્લામાં પણ 100 ટકા વરસાદ પૂર્ણ થવાની સંભાવના છે.

તમામ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ

ઝોનવરસાદ
કચ્છ153%
દક્ષિણ ગુજરાત142%
સૌરાષ્ટ્ર133%
મધ્ય ગુજરાત123%
ઉત્તર ગુજરાત101%

2 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં વરસાદ પડવાની શક્યતા
દક્ષિણ ગુજરાત ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે. નવરાત્રીને આડે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અરબી સમુદ્રમાં પૂર્વ સૌરાષ્ટ્ર તરફ સમુદ્ર લેવલે આગામી 24 કલાકમાં નવી લૉ પ્રેશર સિસ્ટમ ડેવલપ થશે. આથી ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે.

12 તાલુકામાં 100 ઇંચથી વધુ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ
ડાંગવઘઈ161 ઇંચ
વલસાડકપરાડા153 ઇંચ
સુરતઉમરપાડા150 ઇંચ
વલસાડવાપી134 ઇંચ
વલસાડધરમપુર119 ઇંચ
સુરતમાંગરોળ115 ઇંચ
વલસાડપારડી111 ઇંચ
નવસારીખેરગામ109 ઇંચ
વલસાડવલસાડ108 ઇંચ
નવસારીવાંસદા105 ઇંચ
ડાંગસુબિર100 ઇંચ
ડાંગઆહવા100 ઇંચ

અડધી નવરાત્રિ વરસાદમાં ધોવાશે: હવામાન વિભાગ
અમદાવાદમાં સાર્વત્રિક વરસાદમાં શહેર જળબંબાકાર બન્યું હતું. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ ઢીંચણ સમા પાણી ભરાયા હતા જેને કારણે દર વર્ષે અહીં યોજાતી વાઈબ્રન્ટ નવરાત્રીની તૈયારીમાં પણ વિઘ્ન આવ્યું હતું. મુખ્ય મંચ સહિત સાઉન્ડ સિસ્ટમ પણ પલળી ગઈ હતી. તેને પ્લાસ્ટિકના મીણીયાથી ઢાંકવાની ફરજ પડી હતી. થોડા વર્ષ પહેલા પણ આવી જ રીતે વરસાદને કારણે નવરાત્રિમાં વિઘ્ન આવ્યું હતું. શહેરના સંખ્યાબંધ સ્થળોએ કરેલી ગરબાની તૈયારીઓ પણ ધોવાઈ ગઈ જેને કારણે નવરાત્રીના આયોજકો અને ખૈલેયાઓ ચિંતિત બન્યા છે. વરસાદ બંધ રહેશે તો જ ખુલ્લા મેદાનમાં ગરબાનો આનંદ માણી શકવાનો અવસર ખૈલેયાઓને મળી શકશે.

9 તાલુકામાં 200 ટકાથી વધુ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ
છોટાઉદેપુરછોટાઉદેપુર261%
છોટાઉદેપુરક્વાંટ256%
ભરૂચઅંકલેશ્વર243%
સુરતઉમરપાડા240%
સુરતમાંગરોળ222%
કચ્છઅબડાસા217%
જામનગરજામનગર210%
ભરૂચહાંસોટ210%
ભરૂચનેત્રાંગ209%