અમદાવાદ / રાજ્યમાં સીઝનનો 84 ટકા વરસાદ, 40 જળાશયો છલકાયા, સરદાર સરોવર ડેમમાં 78.02 ટકા પાણી

સરદાર સરોવર ડેમની તસવીર
સરદાર સરોવર ડેમની તસવીર

  • 30 જળાશયો 70થી 100 ટકા અને 30 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા
  • દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 101.42 ટકા વરસાદ થયો 

Divyabhaskar.com

Aug 14, 2019, 01:26 PM IST

અમદાવાદઃ છેલ્લા 15 દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદને પગલે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના જળ સંપત્તિ વિભાગ મુજબ સમગ્ર ગુજરાતમાં 14 ઓગસ્ટ-2019 સુધીમાં સરેરાશ 84.09 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 34 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 40 જળાશયો છલકાયા છે. 30 જળાશયો 70 થી 100 ટકા તેમજ 30 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહશક્તિના 78.02 ટકા ભરાયો છે. અત્યારસુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 101.42 ટકા વરસાદ થયો છે.

કયા જળાશયમાં કેટલા પાણીની આવક
રાજ્યમાં હાલ 1,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 89,584, ઉકાઇમાં 81,550, વણાકબોરીમાં 32,318, કડાણામાં 22,010,દમણગંગામાં 9,747, કરજણમાં 8,812, સુખીમાં 4,855, મચ્છુ-3માં 2,932, આજી-4માં 2,461, પાનમમાં 2,136, ઓજત-વિયર(વંથલી)માં 1,441,મચ્છુ-2માં 1,295,આજી-3માં 1,194, અને ઓઝત વિઅરમાં 1,109 ક્યુસેકનો સમાવેશ થાય છે.

મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 88.54 ટકા પાણી
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 20.10 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 88.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 78.55 ટકા, કચ્છના 20 જળાશયોમાં 57.56 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 50.36 ટકા એમ રાજ્યના કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 67.93 ટકા એટલે 3,78,179.15 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

X
સરદાર સરોવર ડેમની તસવીરસરદાર સરોવર ડેમની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી