અમદાવાદ / 73 વર્ષીય વેલેન્ટાઈન કપલ, બુલેટ પર 25,000 કિલો મીટર ફર્યા, યુવાઓને સંદેશ આપ્યો

મોહનલાલ ચૌહાણ પત્ની લીલાબેન સાથે - ફાઇલ તસવીર

  • દંપતીએ બાઇક પર 6500 કિમી. મોટર સાઇકલ પર દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો
  • પ. બંગાળ, ઝારખંડ, બિહાર, નેપાળ, સિક્કીમ, આસામ, મેઘાલય, મણીપુરમાં ફર્યાં
  • સંદેશો યુવા પેઢીને પહોંચાડવા વડોદરાથી થાઇલેન્ડનો 18,000 કિલોમીટરનો પ્રવાસ કર્યો

Divyabhaskar.com

Feb 14, 2020, 11:17 AM IST

અમદાવાદઃ વડોદરાનું 73 વર્ષીય દંપતી રોજ મંદિરે દર્શન કરવા જવાની ઉંમરે વન્ય સૃષ્ટિ બચાવવાનો સમાજિક સંદેશો લઇ યુવા પેઢીને આપવાના આશયથી આશરે બુલેટ પર 25,000 કિલોમીટરની સફર કરી ચુક્યા છે અને હજી પાકિસ્તાન અને અન્ય જગ્યાએ પણ જવાની ઇચ્છા શક્તિ તેમણે દર્શાવી છે. મહત્વનું છે કે, પત્નીનો એક પગ તૂટી જતા પતિએ બુલેટમાં સાઇડકાર લગાવી પત્નીને સાથે રાખી દેશભરમાં પરિભ્રમણ કર્યું. બાઈક ચલાવી વડોદરાના ૭૫ વર્ષના દાદા-દાદીનો પ્રેમ આજના નવયુવાનને શરમાવે તેવો છે. સામાન્ય ઝઘડામાં કોઈ નાની મોટી સમસ્યાના કારણે કપલ અલગ થઇ જતા હોય છે, પરંતુ આ દંપતીએ નિવૃત્તિ પછી સમગ્ર દેશમાં બુલેટ પર ફરવાનું નક્કી કર્યું છે. દાદાએ દાદીને વચન આપેલું કે તને બુલેટ પર બેસાડી ફેરવીશ અને દાદાએ દાદીને આપેલું આ વચન નિભાવ્યું છે.

18000 કિલોમીટરનો પ્રવાસ કર્યો
વડોદરા શહેરનાં આર.વી. દેસાઇ રોડ પર આવેલા જલારામ ફ્લેટ્સમાં રહેતા મોહનલાલ પી. ચૌહાણ અને તેમના પત્ની લીલાબેન અગાઉ બાઇક પર 6500 કિમી. મોટર સાઇકલ પર દક્ષિણ ભારતનો પ્રવાસ કરી ચૂક્યા છે. દક્ષિણ ભારત ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, નેપાળ,સિક્કીમ, આસામ, મેઘાલય, મણીપુર રાજ્યોનો ધાર્મિક પ્રવાસ પણ તેમણે મોટર સાઇકલ પર કર્યો છે.ત્યારબાદ, હવે આ વૃદ્ધ દંપતિ 73 વર્ષની ઉમંરે વનસૃષ્ટિ બનાવવાનાં સંદેશા સાથે વડોદરાથી થાઇલેન્ડનો 18,000 કિલોમીટરનો પ્રવાસ કરી ચુક્યા છે. જેમાં તેઓ 18મી જાન્યુઆરીના રોજ વડોદરાથી તેમનો પ્રવાસ શરૂ કરી હાલોલ, ગોધરા, દાહોદ થઇ મધ્યપ્રદેશ ખાતે ઓમકારેશ્વર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, વારાણસી પછી બિહાર, ઝારખંડ થઇ બર્મા, થાઇલેન્ડ થઇ કમ્બોડિયા ખાતે વિશાળ હિન્દુ મંદિરમાં જઇ દર્શન કર્યા હતા, ધાર્મિક પ્રવાસની સાથે-સાથે તેઓ આજના યુવાનોને વનસૃષ્ટિ બચાવવાનો સામાજીક સંદેશો પણ પહોંચાડનાર છે. મોહનલાલ ચૌહાણ અગાઉ ગુજરાતના ધાર્મિક સ્થાનોએ દર્શન કરવા 2500 કિમી.નો પ્રવાસ પણ કરી ચૂક્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી