તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે 7 પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માર્ચ-2020માં લેવાનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને લાભ મળશે
  • ડિસેબિલિટી એક્ટમાં સમાવિષ્ટ વિકલાંગતાની અમલવારી કરાશે

હિતેશ જયસ્વાલ, ગાંધીનગર: એસિડ વિક્ટીમ, ઓટીઝમ, સેરેબલપાલ્સી, થેલેસેમિયા, ડિસ્સ્કેલિયા, હિમોફેલિયા, સિક્સ સેલ ડિસીઝની દિવ્યાંગતા ધરાવતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ચ-2020માં લેવાનાર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં દિવ્યાંગતાનો લાભ મળશે. શિક્ષણ બોર્ડે કેન્દ્ર સરકારના ડિસેબીલીટી એક્ટ-2016માં આ દિવ્યાંગતાનો સમાવેશ કર્યો છે.
 
પહેલા માત્ર ચાર પ્રકારની જ મુખ્ય વિકલાંગતા માન્ય હતી
કેન્દ્ર સરકારના ધ રાઇટ ઓફ પર્સન વીથ ડિસેબીલીટી એક્ટ-2016માં કુલ 21 પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની સરખામણીમાં માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2019 સુધી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં માત્ર ચાર પ્રકારની જ મુખ્ય વિકલાંગતા માન્ય હતી. પરંતુ આગામી માર્ચ-2020માં શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષામાં અન્ય પ્રકારની વિકલાંગતાનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે.

20 ગુણે પાસ કરવાની વિચારણા
દિવ્યાંગ વિદ્યાર્થીઓને અલાયદી બેઠક વ્યવસ્થા, પરીક્ષામાં પેપર લખવાના સમયમાં 30 મિનીટ વધુ અપાશે. 20 ગુણે પાસ કરવાનો લાભ આપવાના નિયમ અંગે વિચારણા પછી નિર્ણય લેવાશે તેમ ઓએસડીએ જણાવ્યું છે.