તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

20થી 40 વયજૂથના 10માંથી 7 લોકો માઇગ્રેનનો શિકાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવાપેઢીમાં ખેંચની સમસ્યા પણ વધુ છે
  • અલ્ઝાઈમર્સ અંગે સિનિયર ડોક્ટરોની શિબિર

અમદાવાદ: વૃદ્ધોમાં ઉંમરની સાથે ભૂલવાની બીમારી અલ્ઝાઇમર્સની સાથે યુવાનોમાં મગજના રોગોનું પ્રમામ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લાં 10 વર્ષમાં યુવાનોમાં સ્ટ્રોક અને માર્ગ અકસ્માતથી મગજની ગંભીર ઇજા તેમજ 20થી 40 વયજૂથનાં 10માંથી 7 લોકો માઇગ્રેન અને એપીલેપ્સી(ખેંચ)થી પીડાય છે.   અલ્ઝાઇમર્સની અવેરનેસ માટે શેલ્બી હોસ્પિટલે યોજેલી કોન્ફરન્સમાં સિવિલ હોસ્પિટલ ન્યૂરો ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ વડા અને સિનિયર ન્યૂરોસર્જન ડો. હર્ષિલ શાહ તેમજ સિનિયર ન્યૂરોસર્જન ડો. સત્યજિત દીક્ષિતે જણાવ્યું હતું કે, “માર્ગ અકસ્માતથી 20થી 40 વર્ષનાં યુવાનોમાં માથામાં ઈજા, લકવો, મગજની ગંભીર ગાંઠ અથવા એન્યુરિઝમથી વિકલાંગતા વધી છે. તેમજ તાત્કાલિક સારવારને અભાવે કેટલાંક દર્દી મૃત્યુ પામે છે. શેલ્બીમાં હોસ્પિટલમાં હાઈએન્ડ માઇક્રોસ્કોપ, ક્યુસાએન્ડોસ્કોપથી ઝડપી નિદાન અને ન્યૂરો આઈસીયુ સહિતની આધુનિક સારવારથી સર્જરીનાં જોખમો ઘટાડી શકાય છે.

તાત્કાલિક સારવાર શ્રેષ્ઠ વિકલ્પ છે
સિનિયર ન્યૂરોફિઝિશિયન ડો. હેતલ પરીખે જણાવ્યું કે, છેલ્લાં દાયકામાં 20થી 40 વર્ષનાં યુવાનોમાં મગજના રોગનું પ્રમાણ વધ્યું છે. માર્ગ અકસ્માતનાં કિસ્સામાં ઉપર કોઈ પણ દર્દીને લકવાની અસર જણાય જેમ કે અચાનક અસંતુલન, આંખે અંધારા આવવા, મોં વાંકુ થવું, હાથ- પગમાં પક્ષઘાત થવો, જીભ થોથવાતી હોય ત્યારે તાત્કાલિક સારવાર જરૂરી છે.