અમદાવાદ / ગુજરાતના 200 વિદ્યાર્થીઓ સહિત 5000 લોકો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભાગ લેશે, 3 દિવસમાં 28 ઇવેન્ટ

5000 students from Gujarat will participate in India International Science Festival, 28 events will be held in 3 days

  • આ ફેસ્ટિવલમાં 700 મહિલા સાયન્ટિસ્ટ સહિત દેશ અને વિદેશના સાયન્ટિસ્ટ સહિત 12000 જેટલા લોકો જોડાશે
  • નવા રિસર્ચ અને ઇનોવેટિવ આ ફેસ્ટિવલમાં જોવા મળશે

Divyabhaskar.com

Oct 10, 2019, 02:20 PM IST

અમદાવાદ: સાયન્સ અને ટેક્નોલોજીમાં ભારતના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે 5થી 8 નવેમ્બર સુધી કોલકાતાની સાયન્સ સીટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં 700 મહિલા સાયન્ટિસ્ટ સહિત દેશ અને વિદેશના સાયન્ટિસ્ટ સહિત 12000 જેટલા લોકો ભાગ લેશે. ગુજરાતમાંથી 200 વિદ્યાર્થીઓ સહિત 5000 ભાગ લેશે.
ભારત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી મંત્રાલયના વિજ્ઞાન પ્રસારના સાયન્ટિસ્ટ વી.કે. ત્યાગીએ જણાવ્યું હતું કે, આજે દરેક જગ્યાએ સાયન્સ અને ટેક્નોલોજી જરૂરી છે. સામાન્ય લોકો સુધી સાયન્સ અને ટેક્નોલોજી પહોંચે. નવા રિસર્ચ અને ઇનોવેટિવ આ ફેસ્ટિવલમાં જોવા મળશે. ત્રણ દિવસ યોજાનારા આ સાયન્સ ફેસ્ટિવલમાં અલગ અલગ 28 ઇવેન્ટ યોજાશે. વિદ્યાર્થીઓ, નાગરિકો આ ફેસ્ટિવલમાં ભાગ લઈ શકશે તે માટે તેઓએ સાયન્સ ઈન્ડિયા ફસ્ટની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવાવવાનું રહેશે.

X
5000 students from Gujarat will participate in India International Science Festival, 28 events will be held in 3 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી