તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરઃ કચ્છ રણોત્સવમાં દર વર્ષે લાખો દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. ટીવી ચેનલમાં કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા જેવી જાહેરાતો આવે છે. પરંતુ હવે કચ્છ રણોત્સવનો મોહ હોવી ઓસરી રહ્યો હોવાની પ્રતીતિ રાજ્ય સરકારના આંકડાઓ દર્શાવી રહ્યા છે.દર વર્ષે આવતા વિદેશી પ્રવસીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે સ્થાનીક પ્રવાસીમાં સવાલખ પ્રવાસી ઘટ્યા છે તેની સાથે 80 લાખ જેટલો આવકનો પણ ઘટાડો થયો છે.
વિધાનસભામાં જાહેર કરાયેલા આંકડા મુજબ કચ્છ રણોત્સવમાં 2018માં 8186 વિદેશી પ્રવાસીઓ આવ્યા જે ઘટીને 2019માં 4457 થઈ ગયા છે. જ્યારે સ્થાનિક પ્રવાસીઓ 2018માં 5,08,358 આવ્યા હતા. જે 2019માં ઘટીને 4,33,668 થઈ ગયા છે. કચ્છ રણોત્સવમાં 2018ની આવક 2,90,76,525 હતી જે 2019માં ઘટીને 2,10,63,850 થઈ ગઈ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.