એમ્પ્લોયમેન્ટ / ગુજરાતભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 4500 શિક્ષકની ભરતી થશે

4500 teachers will be recruited in Government Granted Secondary and Higher Secondary Schools across Gujarat

  • શિક્ષકોની ભરતીમાં પહેલીવાર 10 ટકા આર્થિક અનામતનો નિયમ લાગુ કરવા સ્કૂલોના રોસ્ટર સુધારવાનું શરૂ
  • શિક્ષણ વિભાગે ઝોન પ્રમાણે કમિટીઓ બનાવી

Divyabhaskar.com

Aug 13, 2019, 09:39 AM IST

અમદાવાદ: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં અંદાજે 4500 શિક્ષકોની ભરતી થશે. આ માટે શિક્ષણ વિભાગે ઝોન પ્રમાણે કમિટીઓ બનાવી છે. આ ભરતીમાં પહેલી વાર આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામતનો અમલ થશે. દરેક સ્કૂલોમાં અનામત સીટોની સંખ્યાની યોગ્ય ગણતરી થાય તે માટે સ્કૂલોના રોસ્ટર સુધારવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદ ઉપરાંત અન્ય 8 જિલ્લાના અધિકારીઓની મીટિંગ મંગળવારે અમદાવાદમાં યોજાશે. જોકે હાલમાં સ્કૂલોમાં જૂની રોસ્ટર પદ્ધતિ પ્રમાણે શિક્ષકોને ભરતી કરાય છે.
સૌથી પહેલા જિલ્લાની અનામત કેટેગેરીમાં સુધારો કરાશે, 8 જિલ્લાના અધિકારીઓને મીટિંગ માટે અમદાવાદ બોલાવાયા
રાજ્યની સ્કૂલોમાં હાલ જૂની રોસ્ટર પદ્ધતિ પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. પરંતુ હવે વધુ એક કેટેગેરીનો ઉમેરો કરાતા તમામ સ્કૂલોએ પોતાના રોસ્ટરમાં ફેરબદલાવ કરવા પડશે. રોસ્ટર એટલે જિલ્લામાં અનામત સીટોની સંખ્યાનો દર. સ્કૂલોમાં હાલનો સ્ટાફ અને ખાલી સીટોની સંખ્યાને આધારે મળવાપાત્ર ઉમેદવારોની ભરતી થશે, પરંતુ દરેક સ્કૂલ અને વિસ્તાર પ્રમાણે અનામત સીટોની સંખ્યા અલગ અલગ રહેશે. સૌથી પહેલા જિલ્લાની અનામત કેટેગેરીમાં સુધારો કરાયા બાદ સ્કૂલોના રોસ્ટરના આંકડામાં સુધારો થશે.
સ્કૂલોમાં હાલ 3500 પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવાય છે, પરંતુ તેનાથી વધુ જગ્યાઓ ખાલી હોવાનો અંદાજ
દરેક જિલ્લામાં 200 પ્રવાસી શિક્ષક
એક અંદાજ પ્રમાણે રાજ્યમાં હાલ દરેક જિલ્લામાં 200 પ્રવાસી શિક્ષકો કાર્યરત છે. તેથી જો દરેક જિલ્લાના આંકડા પર નજર કરીએ તો કામ ચલાઉ રીતે 3,500 જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની ભરતી કરાઇ છે. જ્યારે કે તેનાથી વધારે શિક્ષકોની જગ્યા ખાલી હોવાનો અંદાજ છે. શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અંદાજે 4,500 શિક્ષકોની ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.
જિલ્લામાં જ્ઞાતિની ટકાવારી પ્રમાણે અનામત
દરેક જિલ્લાના લોકોનો ડેટા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પાસે હોય છે, જેને આધારે જિલ્લા પ્રમાણે રિઝર્વેશન ક્વોટા નક્કી કરાય છે. જેમ કે, અમદાવાદમાં 11 ટકા અનુસૂચિત જાતિ, 10 ટકા અનુસૂચિત જન જાતિ, 27 ટકા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગનો સમાવેશ થાય છે. રોસ્ટર પ્રમાણે ભરતી માટે પહેલી ત્રણ સિટો બિનઅનામત, ચોથી સીટો સા.શૈ પછાત વર્ગ વગેરે અનામત સીટો 13 ક્રમ સુધી રહેશે.

X
4500 teachers will be recruited in Government Granted Secondary and Higher Secondary Schools across Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી