તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 45 Garba Organizers Approved This Year Against 63 Last Year Due To Rain, Most Organizers Will Not Give Refund If Garba Is Canceled

વરસાદને લીધે ગત વર્ષના 63 સામે આ વર્ષે 45 ગરબા આયોજકે મંજૂરી લીધી, ગરબા રદ થાય તો મોટાભાગના આયોજક રિફંડ નહીં આપે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીનું રિહર્સલ કરતા ખેલૈયાઓ - Divya Bhaskar
નવરાત્રીનું રિહર્સલ કરતા ખેલૈયાઓ
  • આયોજકોએ ગરબા માટે પાર્કિંગ-સીસીટીવી સહિતના 23 નિયમની મંજૂરી લીધી પણ શનિવાર રાત સુધી વરસાદ આવતાં ચિંતા વધી
  • ગરબાના સ્થળે ખાણીપીણીના સ્ટોલ માટે લાઈસન્સ ફરજિયાત

મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ ચાલુ વર્ષે નવરાત્રિના આગલા દિવસ સુધી અમદાવાદમાં વરસાદ ચાલુ રહેતા ગયા વર્ષે શહેરમાં રાસ - ગરબા યોજનારા 63 આયોજકમાંથી ચાલુ વર્ષે માત્ર 45 આયોજકોએ પોલીસ કમિશનર કચેરીમાં મંજૂરી માંગી છે. જ્યારે 18 આયોજકોએ રાસ ગરબા યોજવાનું ટાળ્યું છે. આમ ગત વર્ષ કરતાં ગરબા આયોજક 30 ટકા ઘટ્યા છે. કર્ણાવતી અને રાજપથ ક્લબ સિવાયના ગરબા આયોજક ગરબા રદ થાય તો રિફંડ આપશે નહીં.

આ વખતે નિયમોમાં સહેજેય છૂટછાટ નહીં, કડક તપાસ કરાશે
ચાલુ વર્ષે રાસ ગરબાની મંજૂરી લેવા પાર્કિંગ, સિક્યુરિટી, સીસીટીવી સહિતના 23 નિયમો બનાવવામાં આવ્યા છે. મોટા ભાગના આયોજકોએ નિયમોનું પાલન કરીને દરેક વિભાગની મંજૂરી લઇ લીધી હતી. પરંતુ શહેરમાં શનિવાર રાત સુધી વરસાદ ચાલુ રહેતા ગરબા રદ પણ થઈ શકે છે. દરમિયાન મ્યુનિ.ના આરોગ્ય વિભાગે ગરબાના સ્થળે લાગતા ફૂડ સ્ટોલે એફએસએસએ - 2006 હેઠળ લાઈસન્સ નહીં લીધું હોય તો દંડ સહિતની કાર્યવાહી કરશે. હેલ્થ વિભાગની ફ્લાઈંગ સ્કવોડ પાર્ટી પ્લોટ, ક્લબ કે અન્ય સ્થળે યોજાતા ગરબા પર જઈ તપાસ પણ કરશે. 

વરસાદને લીધે રેઈનકોટના ચણિયા ચોળીની માંગ વધી 
સિટીનાં બે ડિઝાઈનરે રેઈનકોટના ચણિયાચોળી તૈયાર કર્યા છે. વરસાદને કારણે ખેલૈયામાં રેઈનકોટની માંગ વધી છે. રેઈનકોટ મેકર પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું કે,‘અમે વખત ટ્રેન્ડને લઈને આ કોન્સેપ્ટ લાવ્યા હતા જેમાં અમે 400 જેટલા રેઈનકોટ બનાવ્યા હતા. જેમાંથી અડધા ઉપર અમદાવાદ સિવાય સુરત,કોલકોતા તેમજ મુંબઈમાં ઓર્ડર પ્રમાણે આપવામાં આવ્યા છે. વરસાદને કારણે અત્યારે ફરી રેઈનકોટ ચણિયા ચોળીની ઈન્કવાઈરી વધી રહી છે.’

SG હાઈવેઃ રાત્રે 11થી 3 ભારે વાહન પર બેન
29 સપ્ટેમ્બર થી7 ઓક્ટોબર સુધી રાતે 11 વાગ્યાથી રાતના 3 સુધી વૈષ્ણોદેવી સર્કલ થી ઉજાલા સર્કલ સુધીના રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આવા વાહનો વૈષ્ણોદેવી સર્કલથી એસપી રિંગ રોડ થઇને સરખેજ જઈ શકશે. સરખેજ સાણંદ ચોકડીથી ઉજાલા સર્કલ થઇને રિંગ રોડ પરથી વૈષ્ણોદેવી તરફ અવર જવર કરી શકાશે. 

આગાહી 3 નોરતાં સુધી વરસાદ મઝા બગાડી શકે
હવામાનનો વરતારો આપતાં હવામાન વિભાગ તેમજ બે ખાનગી સાઈટે ત્રણ નોરતા સુધી શહેરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની આગાહી કરી છે. 

વારહવામાન વિભાગવેધર ડોટ.કોમવીન્ડી
પહેલું નોરતુંહળવો-મધ્યમ વરસાદહળવો વરસાદવરસાદી ઝાપટાં
બીજું નોરતુંહળવો વરસાદહળવો વરસાદહળવો-મધ્યમ વરસાદ
ત્રીજું નોરતુંવરસાદી ઝાપટાંવરસાદી ઝાપટાંવરસાદી ઝાપટાં
ચોથું નોરતુંવરસાદ નહિવતવરસાદ નહિવતવરસાદ નહિવત
અન્ય સમાચારો પણ છે...