અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટની ત્રીજી આવૃત્તિ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરવો ગિરનારની પ્રસ્તુતિ દરમિયાન કલાકારો - Divya Bhaskar
ગરવો ગિરનારની પ્રસ્તુતિ દરમિયાન કલાકારો

અમદાવાદઃ અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટની ત્રીજી આવૃત્તિ 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ કાર્યક્રમ 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી અમદાવાદમાં ચાલશે. આ પહેલ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. ચાલુ વર્ષે 30 કલાકારો 18 મેઈન સ્ટેજ અને 6 પ્લેટફોર્મ પર પર્ફોર્મન્સ રજૂ કરશે. ઉદ્ઘાટન પૂર્વે બે પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની તાંડવ નર્તન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સના ડિરેક્ટર જીજ્ઞેશ સુરાણી દ્વારા ગરવો ગિરનાર અને 80થી વધુ નાટકો તથા 30 જેટલી ફિલ્મોના અનુભવોથી સજ્જ ચેતન દૈયા નિર્દેશિત જિલેટિન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. 14 ફેબ્રુઆરીએ સાંજે 9 વાગ્યે KCG કેમ્પસ ખાતે સપ્તપદીના સૂર થીમ પર મ્યૂઝિકલ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની પ્રસ્તુતિ આરિફ મીર દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...