અમદાવાદ / માર્ક મૂકવામાં ભૂલ કરનારા 300 શિક્ષક હીયરિંગમાં હાજર ન રહ્યા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ધો.10ના 2500 શિક્ષકોને બોલાવ્યા હતા, 300ને નોટિસ
  • 10 માર્કથી વધુની ભૂલ કરનારા 2300 શિક્ષકોને 24 લાખ દંડ ફટકારાયો હતો

Divyabhaskar.com

Sep 12, 2019, 04:56 AM IST

પ્રતીક ભટ્ટ, અમદાવાદ: ધોરણ-10ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં માર્કનું ટોટલ મારવામાં ભૂલ કરનારા શિક્ષકોના હીયરિંગમાં 2500માંથી ગેરહાજર રહેનારા 300 શિક્ષકોને શિક્ષણ બોર્ડે નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. માર્ચમાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષામાં ઉત્તરવહી ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં ઉત્તરવહીના એ, બી, સી,ડી એમ ચાર સેકશનમાં વિદ્યાર્થીઓએ મેળવેલા કુલ માર્કસનું ટોટલ મારવામાં અમદાવાદ, ગાંધીનગર, જામનગર, કચ્છ, વલસાડ, સુરત સહિતના વિવિધ જિલ્લાઓના 2500થી વધુ શિક્ષકોએ ગોટાળો કર્યો હતો. શિક્ષકો માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાયેલા હીયરિંગમાં 25000 શિક્ષકોને આદેશ અપાયો હતો. જેમાં 2300 શિક્ષકો કે જેમણે માર્ક્સના ટોટલની ગણતરીમાં 10 માર્કસથી વધુની ભૂલ કરી હતી. તેમને 24 લાખનો દંડ ફટકારાયો હતો. ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 સામાન્ય પ્રવાહની આન્સરશીટ ચકાસણીમાં ભૂલ કરનારા શિક્ષકોને માટેના હીયરિંગ આર્થિક દંડ અંગેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.

ટૂંકમાં શિક્ષકો સામે કાર્યવાહી કરાશે
શિક્ષણ બોર્ડના સત્તાવાળાઓ ટૂંક સમયમાં હીયરિંગ હાથ ધરશે. જેમાં જે શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે તેવા 300 શિક્ષકોની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. હાલમાં જે શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે, તે શિક્ષકો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને હાલમાં તેમનામાં ફફડાટ ફેલાયો છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી