તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 3 Days Before Landing, 13 Merchants Of Chikki Took Samples From There, It Will Take 2 Months For The Report To Arrive.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણના 3 દિવસ પહેલાં ચિક્કીના 13 વેપારીને ત્યાંથી સેમ્પલ લીધાં, રિપોર્ટ આવતાં 2 માસ લાગશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્સપેક્શન માટે ચિક્કી અને અડદિયા પાકના નમૂના લેવામાં આવ્યાં - Divya Bhaskar
ઇન્સપેક્શન માટે ચિક્કી અને અડદિયા પાકના નમૂના લેવામાં આવ્યાં
 • મ્યુનિ.એ 69 એકમોની તપાસ કરી 270 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કર્યો
 • ઘી, તલ, કચરિયું, અડદિયાપાક, બેસન, ગોળના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયાં

અમદાવાદઃ ઉત્તરાયણના ત્રણ દિવસ પહેલા મ્યુનિ. હેલ્થ  વિભાગે શહેરના વિવિધ વિસ્તારમાં દરોડા પાડી 13 વેપારીઓને ત્યાંથી ચિક્કિના સેમ્પલ લીધા હતા. જો કે, આ સેમ્પલનો રિપોર્ટ આવતાં 2 મહિના જેટલો સમય લાગશે. મ્યુનિ.ના અધિક આરોગ્ય અધિકારી ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ શહેરમાં વેચાતા ખાદ્યપદાર્થો બાબતે તપાસ હાથ ધરી હતી. 38 વેપારીના ત્યાંથી શંકાસ્પદ ખાદ્યપદાર્થો મળી આવતાં આ નમૂના મ્યુનિ.એ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. 69 એકમોની તપાસ કરી 270 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કર્યો હતો. સાથે 68 એકમોને નોટિસ ઈશ્યૂ કરી રૂ. 26 હજારનો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. 

આ વેપારીને ત્યાંથી ચિક્કી, અડદિયાપાકના નમૂના લેવાયા

 • શીતલ ઇન્ડસ્ટ્રીઝ, સરદારનગર
 • મહાલક્ષ્મી નમકીન, ખોખરા
 • બપ્પા ગૃહ ઉદ્યોગ, નરોડા
 • બાબા રામદેવ ટ્રેડર્સ, જીવરાજપાર્ક
 • રામબાબુ રાઠોડ, પ્રેમદરવાજા
 • મુરલીધર ડેરી એન્ડ સ્વીટ, ગોતા
 • ગૌરી ફૂડ્સ, વટવાગામ
 • બી.એચ.લાલા કંપની, ઇસનપુર
 • દુર્ગા ગૃહ ઉદ્યોગ, નરોડા
 • ઉત્સવ દુગ્ધાલય, જીવરાજપાર્ક
 • શક્તિ ગૃહ ઉદ્યોગ, કુબેરનગર
 • જય ભવાની કિરાણા સ્ટોર્સ વેજલપુર
 • શ્રી ગણેશ સિઝનલ, ચાંદલોિડયા
 • શ્રી રામદેવ કચરિયું, નિર્ણયનગર
 • મારુતિ બ્રાન્ડ ચિક્કી, નિર્ણયનગર
 • ઓનેસ્ટ ઓઇલ ડેપો, જમાલપુર
 • મહાલક્ષ્મી ફરસાણ, નારોલ
 • આર.આર. ચવાણાવાળા, કાલુપુર
 • શ્રી ઉમિયા ગૃહ ઉદ્યોગ, ગોતા

અહીંથી ઘી-તલના નમૂના લીધા

 • કર્ણાવતી ડેરી, ખોખરા
 • ન્યૂ રત્નેશ્વરી દુગ્ધાલય, સરસપુર
 • જનતા ડેરી પ્રોડક્ટ, અમરાઇવાડી
 • વિજય લક્ષ્મી ડેરી પાર્લર, ઓઢવ
 • જયભવાની સ્ટોર્સ, જીવરાજપાર્ક
 • આશીર્વાદ અનાજ ભંડાર, અમરાઇવાડી
 • ચારભુજા ટ્રેડર્સ, દાણાપીઠ
 • સાઇ ચિક્કી, સરસપુર
 • કે.વંશકુમાર, માધુપુરા ચોક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

વધુ વાંચો