ખુલાસો / પીઓ છો? ક્યારેક ગુજરાતમાં પણ આવો! બે વર્ષમાં 254 કરોડનો દારૂ ઝડપાયો, દર કલાકે દારૂના 9 કેસ

254 crore alcohol is seized in two years, 1.62 lakh case registered in gujarat

  • રાજ્યમાં દારૂબંધી માત્ર દેખાડો, બે વર્ષમાં 250 કરોડનો દારૂ ઝડપાયો, 
  • રાજ્યમાં દરરોજ સરેરાશ 222  દારૂ પકડાવાની ઘટના
  • પરવાનાવાળી હૉટલોની સંખ્યા 51 થઈ 
  • સુરતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 19689 બનાવ નોંધાયા
  • અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 12428 બનાવ નોધાયા
  • રાજ્ય સરકારે કહ્યું- રોજ રૂ. 35 લાખનો દારૂ પકડાય છે

Divyabhaskar.com

Jul 12, 2019, 01:17 AM IST

ગાંધીનગર: ગુજરાતના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગની હાઇપાવર કમિટીએ રાજ્યની વધુ નવ હોટલોને ટુરિસ્ટને ઓનલાઇન દારૂનો પરવાનો આપવાની સત્તા આપી છે. આ સાથે વિદેશી, એનઆરઆઇ કે રાજ્ય બહારના પ્રવાસીઓને દારૂ પીવા માટે ઓનલાઇન અરજી થકી પરવાનો આપવાની સત્તા ધરાવતી હોટલોની સંખ્યા ગુજરાતમાં 51 એ પહોંચી છે.

છને બદલે દરેક જિલ્લે 33 બોર્ડની રચના

કડક દારૂબંધીનો અમલ કરવાનો જશ લેતી ગુજરાત સરકારે તાજેતરમાં જ આરોગ્યના કારણોસર રાજ્યના નાગરિકોને દારૂ પીવા માટેની પરવાનગી મેળવવા માટે રચાયેલા એરિયા બોર્ડનું વિકેન્દ્રીકરણ કરીને રાજ્યમાં આવાં છને બદલે દરેક જિલ્લે 33 બોર્ડની રચના કરી છે. અને હવે બુધવારે કરાયેલાં પરિપત્રમાં રાજ્ય બહારના મહેમાનોને દારૂનો પરવાનો મેળવવામાં મુશ્કેલી ન પડે તેવા આશયથી આવી વધુ લીકર શોપ્સ ધરાવતી હોટલોને મંજૂરી આપી છે. હાલ રાજ્યમાં આ હોટેલો સહિત કુલ 63 લીકર શોપ્સ છે જેમાં માત્ર અમદાવાદમાં જ આવી કુલ અઢાર લીકર શોપ્સ છે.

સરકારે સ્વીકાર્યું રોજ 35 લાખ રૂપિયાનો દારૂ પકડાય છે

ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રવાસનને ઉત્તેજન આપવાના આશયથી વિદેશી કે ગુજરાત બહારના અતિથીઓ માટે દારૂ પીવાના પરવાનામાં કેટલીક છૂટછાટ આપવી જરૂરી બની હતી. આ ઉપરાંત ઓનલાઇન પરવાનો મેળવવા માટેના સ્થળો ઓછાં હોવાથી પરમીટ મેળવવામાં થઇ રહેલાં વિલંબને કારણે આ નવી હોટલને સત્તા આપવામાં આવી છે. કુલ ઓગણીસ કરતાં વધુ હોટલોએ આવી સત્તા મેળવવા માટે અરજી કરી હતી તેમાંથી નવ હોટલોને હાલ હાઇ પાવર કમિટીએ સત્તા આપવા માટે લાયક ઠેરવી હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગે નિયમોનું ધારાધોરણ ન જાળવતી ત્રણ હોટલને આપેલી આવી સત્તા પાછી પણ ખેંચી લીધી હતી.

બે વર્ષનો નશો...

બોટલ પકડાઇ
દેશીદારૂ 15,40,454
વિદેશીદારૂ 1,29,59,463
બિયર 17,34,792
કુલ કિંમત 2,54,80,82,966

9માંથી 4 હૉટલ અમદાવાદની

નવમાંથી ચાર હોટલ તો અમદાવાદમાં જ આવી છે જેમાં એસજી હાઇવે પરની નોવોટેલ હોટલ, એવલોન હોટલ, તથા ક્રાઉનપ્લાઝા અને એરપોર્ટ પાસેની કમ્ફર્ટ ઇન હોટલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટની જેપી ઇન, દહેજની સપ્તગીરી, ગાંધીધામની અખિલ પેલેસ, આણંદની સેન્ડ હિલ અને ગીર સોમનાથની 1000 આઇલેન્ડ હોટલનો સમાવેશ થાય છે. હવેથી આ હોટલનાં મેનેજરોને તેમના ત્યાં રોકાયેલાં કે નહીં રોકાયેલાં ગુજરાત બહારના અતિથિઓને ઔપચારિકતા પૂર્ણ કરીને દારૂ પીવા માટેનો પરવાનો આપવા માટે સત્તા મળી છે.

કયા જિલ્લામાં દારૂના કેટલા કેસ

જિલ્લો દેશી દારૂના કેસ વિદેશી દારૂના કેસ
કચ્છ 3804 1135
પાટણ 2462 541
સુરેન્દ્રનગર 1076 497
અરવલ્લી 334 275
આણંદ 5189 599
પંચમહાલ 6900 1531
ભાવનગર 726 207
બોટાદ 752 126
બનાસકાંઠા 3756 669
મહેસાણા 3947 906
અમરેલી 2027 391
ભાવનગર 726 207
તાપી 1590 560
સુરત 13661 6028
જામનગર 3869 589
દેવભૂમિ દ્વારકા 980 217
ગીર સોમનાથ 891 844
જૂનાગઢ 2017 677
મોરબી 2208(દેશી-વિદેશી)
વડોદરા

17817(દેશી-વિદેશી)

ડાંગ 584 187
વલસાડ 1280 2399
ખેડા 6734 508
અમદાવાદ 10978 1450
ગાંધીનગર 3323 730
સાબરકાંઠા 1239 244
મહિસાગર 3265 265
રાજકોટ 4548 1524
પોરબંદર 1954 377
નવસારી 6541 2231
ભરૂચ 10676 831
દાહોદ 3629 2525
છોટાઉદેપુર 2932 721
કુલ 132415 29,989
X
254 crore alcohol is seized in two years, 1.62 lakh case registered in gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી