દાણચોરી / અમદાવાદ એરપોર્ટ પરથી દોઢ માસમાં રેકોર્ડ 23 કિલો સોનું પકડાયું

અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરાયેલ દાણચોરીના દાગીના.
અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરાયેલ દાણચોરીના દાગીના.

  • શારજાહ, ઓમાનથી સોનું ઘૂસાડાય છે

Divyabhaskar.com

Feb 15, 2020, 02:22 AM IST
અમદાવાદ: દિલ્હી-મુંબઈ એરપોર્ટ પર કડક ચેકિંગથી સોનાની અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી વધી છે. કસ્ટમ વિભાગે 45 દિવસમાં 9.66 કરોડનું 23 કિલો સોનું પકડી પાડ્યું છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર નજર રખાય છે.
કસ્ટમે ફેબ્રુઆરીના 12 દિવસમાં 8 કિલો, જ્યારે જાન્યુઆરીમાં 15 કિલો સોનાની દાણચોરી પકડી
અમદાવાદનું સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ જાણે સોનાના દાણચોરીનું હબ બની ગયું હોય તેમ આંકડો વધી રહ્યો છે. કેરિયર તરીકે કામ કરનારી વ્યક્તિ હાથમાંથી છટકવી ન જોઈએ તેવી સૂચના એરપોર્ટ પર તહેનાત સ્ટાફને આપવામાં આવી છે. મંગળવારે રાત્રે દુબઇથી આવેલા ત્રણ પેસેન્જર પાસેથી 220 ગ્રામ સોનું પકડાયું હતું. જ્યારે બુધવારે રાત્રે બેંગકોકથી આવેલી ફ્લાઇટમાંથી ઉતરેલા અલગ અલગ 7 લોકો પાસેથી 433, 900 અને 600 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. આમ ફેબ્રુઆરીના માત્ર 12 દિવસમાં 25 લોકોની ધરપકડ કરીને 8 કિલો સોનું ઝડપી લેવામાં આવ્યું હતું. જ્યારે જાન્યુઆરી મહિનામાં 25 કેસ કરીને 15 કિલો સોનું ઝડપી લેવામાં આવ્યું હતું. આમ 45 દિવસમાં કસ્ટમે એરપોર્ટ પરથી રૂ. 9.66 કરોડ રૂપિયાનું 23 કિલો સોનું ઝડપી પાડવામાં આવ્યું છે.
આ અંગે કસ્ટમના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોષે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયમાં એવા કેસ અમદાવાદ એરપોર્ટ પર સામે આવ્યા છે જેમાં કેરિયર તરીકે કામ કરતા લોકો પકડાયા છે. દિલ્હી અને મુંબઈમાં કડક ચેકિંગના કારણે અમદાવાદ એરપોર્ટથી દાણચોરી કરી શકાશે તેવું કેટલાક લોકો માની રહ્યાં છે. તેમને પકડવા માટે ચેકિંગ કડક બનાવી દેવાયું છે. પેસેન્જરનો પાસપોર્ટ કસ્ટમ અધિકારીઓ ખાસ જુએ છે અને છ મહિનામાં બે-ત્રણ વાર પેસેન્જર વિદેશ ગયો હોય તો તેની પૂછપરછ કરે છે.’
ગુજરાતમાં સોના-ચાંદીના કેટલાક મોટા વેપારીઓ સોનાની દાણચોરી માટે કેરિયરનો ઉપયોગ કરતાં હોય છે. તેઓ આ કેરિયરને કમિશન આપી અખાતી દેશોમાં મોકલતા હોય છે.
અખાતી દેશોમાં ટેક્સ ન હોવાથી દાણચોરી
વિદેશી આવતાં કેટલાક પેસેન્જર ચાંદીના કે અન્ય દાગીનામાં સોનું છૂપાવીને લાવતા હોય છે. બેંગકોક, દુબઈ, શારજાહ, મસ્કત, ઓમાન, કુવૈત સહિતના દેશોમાં 24 કેરેટ ગોલ્ડ પર કોઈ પ્રકારનો ટેક્સ નથી, જેથી ભારત કરતાં 6થી 7 હજાર તોલાએ સસ્તુ સોનું મળે છે. આથી આ દેશોમાંથી સોનું દાણચોરી કરીને લવાય છે.
X
અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરાયેલ દાણચોરીના દાગીના.અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરાયેલ દાણચોરીના દાગીના.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી