ગઢડા(સ્વામીના) અગ્રણી વેપારી સહિત 2ના કાર અકસ્માતમાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
  • પરિવાર સાથે પરત ફરતાં સમયે બોટાદ પાસે અકસ્માત નડ્યો
  • વેપારીનું મોત થતાં પંથક, સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ

ગઢડા (સ્વા): ગઢડા (સ્વામિના) મુકામે રહેતા અને કટલેરીની દુકાન ધરાવતા અગ્રણી વેપારી પોતાના પરિવાર સાથે રવિવારે મોડી સાંજે ગઢડા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બોટાદથી ગઢડા તરફ‌ આવતા કાર પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ છે. અકસ્માતમાં ગઢડાના અગ્રણી વેપારીનું મોત થતાં પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. 
 
ગઢડાના બોટાદ ઝાંપા વિસ્તારમાં સોનલ કટલેરી નામની દુકાન ધરાવતા નરેશભાઈ બાબુભાઈ બલદાણીયા (ઉંમર 55) પરિવાર સહિત માનતા માટે સતરંગ દર્શન અર્થે ગયા હતા. પાછા ફરતા મોડી સાંજ પછી બોટાદ પાસે આવેલા બેઠા પૂલ ઉપર ગાડી‌ પરનો કાબુ ગૂમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નરેશભાઈ તેમજ તેમની ભાણેજ શીવાંશી હેમાંગભાઈ વેલાણી (ઉમર 2 માસ)નુ મોત નિપજયું હતુ. તેમજ અન્ય 2 વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે શહેરમાં અને ભાવસાર ‌સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.