• Gujarati News
  • National
  • 18 Fak Instagram Account Of A Young Girl Working In Beauty Parlor, Lodged Complaint With Cyber Crime Branch

બ્યુટીપાર્લરમાં કામ કરતી યુવતીના 18 ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવાયા, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને બદનામ કરવા માટે અલગ લેગ એકાઉન્ટ બનાવ્યા

અમદાવાદઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે બદલો લેવા અથવા બદનામ કરવા માટે વધુ થઈ રહ્યો છે. સેટેલાઇટ વિસ્તારમાં બ્યુટીપાર્લરમાં નોકરી કરતી યુવતીના ફોટોવાળા અલગ અલગ 18 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવતા યુવતીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.  અજાણી વ્યક્તિએ યુવતીના ફોટાના સ્ક્રિન શોટ લઈ અલગ અલગ એકાઉન્ટ બનાવી તેમાંથી તેની મિત્રો સાથે વાતચીત કરતો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સરખેજમાં રહેતી યુવતી ત્રણ મહિના પહેલા સેટેલાઇટમાં એક બ્યુટી પાર્લરમાં નોકરી કરતી હતી. આઠેક માસ પહેલા તેણે પોતાના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ કરી દીધા હતા. બે માસ પહેલા જે બ્યુટીપાર્લરમાં નોકરી કરતી હતી ત્યાંની એક મહિલાએ તેમના પાર્લરના ઇન્સ્ટાગ્રામ આઇડીમાં આ યુવતીના મેકઓવર વાળા ફોટો અપલોડ કર્યા હતા. જેમાં કોઈ વ્યક્તિએ બિભત્સ કોમેન્ટ કરી હતી જેથી તેનો સ્ક્રિન શોટ લઈ અને ફોટો ડિલીટ કરી દીધો હતો. ત્યારબાદ યુવતીના નામે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડી પર પણ તેના ફોટો અપલોડ થયા હોવાનું તેને જાણવા મળ્યું હતું. યુવતીના ફોટો વાળા જ આઇડી એવા એક નહિ પણ 18 જેટલા આઇડી હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવતીએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.