તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છથી 135 કિમી દૂર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ પહોંચતા નબળું પડી રહ્યું છે વાવાઝોડું
  • વાવાઝોડું 6 કલાક બાદ લો પ્રેશરમાં ફેરવાશે
  • સાવચેતીના ભાગરૂપે NDRF ની 1-1 ટીમ સ્ટેન્ડ બાય

અમદાવાદ: કચ્છ તરફ આવતું વાયુ વાવાઝોડું ડીપ ડિપ્રેશન એટલે કે હવાના ઊંડા દબાણમાં ફેરવાયું છે. જેને લઇ સોમવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હળવી બનતાં ઝરમરથી માંડી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે, હજુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે NDRF ની 1-1 ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.

પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી: વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. પરંતુ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતાં ભારે વરસાદની ઘાત હળવી થઇ હોય તેમ ઝરમરીયા વરસાદની શરૂઆત થઇ હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં ઇડરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા અને તલોદમાં 3 મીમી, સરસ્વતી, દિયોદર અને હિંમતનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ મંગળવારે કચ્છના દરિયાકાંઠે ટકરાતાં ડીપ ડિપ્રેશન એટલે કે હવાના ઊંડા દબાણના કારણે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઇ સાવચેતીના ભાગરૂપે પાટણમાં NDRFના 25 જવાનોની ટીમ અને પાલનપુરમાં 33 જવાનોની ટીમ સ્ટેન્ડ બાય કરાઇ છે. પાલનપુર ખાતે આવેલી ટીમના કમાન્ડન્ટ રાઘવાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને વાવાઝોડાની મુસીબતને પહોંચી વળવા ટીમના જવાનો લાઇફ જેકેટ, બોટ, વુડન કટર સહિતના સાધનો સાથે પાલનપુરમાં 3 દિવસ માટે સ્ટેન્ડ બાય રહેશે.

અન્ય સમાચારો પણ છે...