તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના વેપારીના 1300 કરોડના બોગસ બિલિંગ વ્યવહાર પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • GST નહીં ભરી નકલી બિલોથી ITC મેળવી હતી
  • વેપારીએ વડોદરાની એક કંપની પાસેથી કરોડના બોગસ બિલ મેળવ્યાં હતાં

અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયો ત્યારથી અત્યાર સુધીમાં શહેરના સુરેશ ગઢેચાએ 1300 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો ઝડપાયા છે. સુરેશ ગઢેચાની ફર્મ દ્વારા 1300 કરોડના ઇનવોઇસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા પરંતુ તે પેટે ભરવાનો થતો ટેક્સ નહીં ભરીને તેની સામે બોગસ બિલો રજૂ કરીને આઇટીસી પાસઓન કરી હતી. સુરેશ ગઢેચા હાલ જેલમાં છે. જીએસટીના બોગસ બિલિંગ કૌભાડમાં વડોદરાથી દાતાર એન્ટરપ્રાઇઝના હિતેન્દ્ર માંડલિયાની પૂછપરછમાં અમદાવાદના અનમોલ ટ્રેડર્સના માલિક સુરેશ ગઢેચા અને અમિત કોર્પોરેશનના અમિત શાહના નામ બહાર આવ્યા હતા. 

56 કરોડના GSTની ચોરી પણ પકડાઈ
નવરંગપુરા પાશ્વ એવેન્યૂમાં રહેતા અને આશ્રમ રોડ જૂની હાઇકોર્ટ સામે દિપાવલી સેન્ટરમાં અનમોલ ટ્રેડર્સના નામે ફર્મ ધરાવતા સુરેશ ગઢેચાની પ્રોપરાઇટશીપ ફર્મે 1300.33 કરોડનો માલ સપ્લાય કર્યો હતો પણ રૂ. 55.92 કરોડનો ટેક્સ ભરવાની જગ્યાએ બોગસ બિલિંગથી આઇટીસી મેળવી હતી. જુલાઇ 2017થી ઓકટોબર 2019 સુધી 28 મહિનામાં શણગાર જ્વેલર્સને કુલ રૂ. 76.45 કરોડનો સપ્લાય કરવામાં આવ્યો હતો.  જેમાં રૂ. 2.23 કરોડની આઇટીસી સામે બોગસ બિલિંગ કૌભાડ બહાર આવ્યું છે. સુરેશ ગઢેચાએ વડોદરાની દાતાર એન્ટ્રપ્રાઇઝના માલીક હિતેન્દ્ર માંડલિયા પાસેથી રૂ. 100 કરોડની ખરીદી બતાવી હતી. જેમાં દાતાર એન્ટ્રપ્રાઇઝ પાસેથી બોગસ બિલો મેળવી 7.11 કરોડની આઇટીસી મેળવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...