અમદાવાદ / ધો.12 સાયન્સના નાપાસ વિદ્યાર્થીઓ માર્ચ-2020માં જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપી શકશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય
  • માર્ચ-2019 અને જુલાઈ-2019માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નિર્ણય 
  • સેમેસ્ટર પદ્ધતિવાળા વિદ્યાર્થીઓએ માર્ચ-2020માં નવા અભ્યાસક્રમ પરીક્ષા આપવાની રહેશે

Divyabhaskar.com

Aug 13, 2019, 04:23 PM IST

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ-2019 અને જુલાઈ-2019માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. માર્ચ 2019 તથા જુલાઈમાં લેવાયેલી પુરક પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા(સેમેસ્ટર પદ્ધતિ સિવાયના) વિદ્યાર્થીઓની માર્ચ-2020માં જૂના અભ્યાસક્રમ એટલે કે માર્ચ-2019ના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે. જ્યારે પુરતી તકો તેમજ વધારાની તકો આપવા છતાં પાસ ન થઈ શક્યા હોય તેવા સેમેસ્ટર પદ્ધતિવાળા વિદ્યાર્થીઓએ માર્ચ-2020માં નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે.

પુનઃપરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે જૂનો અભ્યાસક્રમ
માર્ચ તથા જુલાઈ-2019ની પૂરક પરીક્ષામાં પાસ થયા હોવાછતાં પરિણામ જમા કરાવી પુનઃપરીક્ષાર્થી તરીકે માર્ચ-2020માં બેસવા માગતા હોય એવા વિદ્યાર્થીઓની પરીક્ષા જૂના અભ્યાસક્રમ એટલે કે માર્ચ-2019ની પરીક્ષામાં અમલી હતો તે જ અભ્યાસક્રમ મુજબ લેવાશે. તેમજ આ વિદ્યાર્થીઓએ જૂના અભ્યાસક્રમ મુજબ જ પ્રેક્ટિકલ પરીક્ષા પણ આપવાની રહેશે. જેના માટે વિદ્યાર્થીએ પોતાની શાળા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરવો પડશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી