ઇસનપુરમાં 12 વર્ષના સગીરે બેફામ કાર દોડાવી 15 વાહનોને અડફેટે લીધા, 3ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ઇસનપુર ગામમાં 12 વર્ષના સગીરે કાર દ્વારા 10થી 15 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સગીર વીડિયોમાં કારથી બે એક્ટિવાને ધસડતો જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં 3 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે ત્યારે 10થી વધુ વાહનોને નુકસાન પહોચ્યાં છે. ઇસનપુર પોલીસે સગીરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.